બહારથી આવતા લોકોના ઘર બહાર પીળા કલરના સ્ટીકર લગાવશે. બહારથી આવતા લોકોને સાત દિવસ હોમ કોરોન્ટાઇન રહેવું પડશે. લીંબાયત અને કતારગામ ઝોનમાં કેસો વધ્યા છે. બંને ઝોનમાં અન્ય રાજ્યમાંથી લોકો વધુ આવે છે.
સુરતમાં ફરી જુલાઇ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતા તંત્ર ચિંતિત બન્યું છે. હીરા ઉદ્યોગમાં કેસ વધતા પાલિકા અને ડાયમંડ એસોસિએશનની મિટિંગ યોજાઇ હતી.
રત્નકલાકારોના ટેસ્ટ વધારવા માટે સુરત પાલિકાએ નિર્ણય કર્યો છે. તમામ રત્નકલાકારો ટેસ્ટ કરાવે તેવી સૂચના પણ આપવામમાં આવી છે. રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ટેસ્ટીંગ વધારવા માંગ કરવામાં આવી છે.