SURAT : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને સૌ કો જાણવા માંગે છે કે ગુજરાતમાં ભાજપ આ વખતની ચૂંટણીમાં કોને સીએમ ચહેરો બનાવશે. શું ભાજપ ભુપેન્દ્ર પટેલને જ મુખ્યમંત્રીનો ચહેરો બનાવશે કે અન્ય કોઈ મોટા નેતાને સીએમ ચહેરા તરીકે પ્રોજેક્ટ કરશે? જો કે આ પ્રશ્નનો જવાબ હવે મળી ગયો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જ આ અંગે મોટી જાહેરાત કરી છે. 


ભુપેન્દ્ર પટેલ જ ભાજપનો સીએમ ચહેરો : સી આર પાટીલ
સુરતમાં એબીપી અસ્મિતાના અસ્મિતા સંવાદ વિશેષ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેજ ભાજપનો સીએમ ચહેરો હશે.




એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ અસ્મિતા સંવાદમાં એડિટર રોનક પટેલે સીઆર પાટીલને સવાલ કર્યો હતો કે ગુજરાત સરકારના મંત્રી શ્રેષ્ઠ છે, પણ આ શ્રેષ્ઠ મંત્રીઓમાં કોણ બેસ્ટ છે? આ પ્રશ્નના જવાબમાં સી આર પાટીલે કહ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ બેસ્ટ છે. અને આગાલ વાત કરતા તેમણે આ મોટી જાહેરાત કરી છે.