સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હોસ્પિટલોમાં બેડની અછત છે સાથે સાથે રેમડેસિવિર ઈંજેક્શન (Remdesivir Injection)ની પણ અછત છે તેની વચ્ચે સુરતમાં રેમડેસિવિર ઈંજેક્શનના કાળા બજારીનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસે ઝડપી છટકું ગોઠવી ઇન્જેક્શનની કાળા બજારીનો પર્દાફાશ કર્યો હતો. 12 જેટલા રેમડીસીવર ઇજેક્સનનું કાળા બજારી કરતા 6 લોકોને પોલીસે ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. આ શખ્સો 1 ઇન્જેક્શન 12 હજારમાં વેચાતા હતા.
શૈલેષ હડિયા અને નીતિન હડિયા બંને ભાઈ ઇન્જેક્શન વેંચતા હતા અને વિવેક ધામેલીયા ઇન્જેક્શન આપતો. 899 રૂપિયાના ઇન્જેક્શન 12 હજાર માં વેંચતા હતા. આરોપીએ ઈંજેક્શન સુરત નવી સિવિલ હોસ્પિટલ માંથી મેળવતા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 9541 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 97 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5267 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 3783 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,33,564 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 55 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55398 પર પહોંચ્યો છે. જેમાંથી 304 લોકો વેન્ટિલેટર પર અને 55094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 84.61 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 26, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-7, સુરેન્દ્રનગર 6, મોરબી-3, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જામનગર, મહેસાણા અને રાજકોટમાં 2-2 મોત, ભરુચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં એક- એક દર્દીના મોત સાથે કુલ 97 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5267 પર પહોંચી ગયો છે.
ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
17 એપ્રિલ | 9541 | 97 |
16 એપ્રિલ | 8920 | 94 |
15 એપ્રિલ | 8152 | 81 |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
86,585 |
748 |