સુરતઃ સુરતના મહુવા તાલુકાના આંગલધારાના એક ખેડૂત સંજય દિલિપ દેસાઇ પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરતા તેમનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સંજય દેસાઇ પર છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સંજય દેસાઇને પાંચ ગોળી વાગતા ઘટનાસ્થળ પર તેમનું મોત થયુ હતું.
સૂત્રોના મતે અંગત અદાવતમાં સંજય દેસાઇ પર ફાયરિગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે સંજય દેસાઇ ખેતીની સાથે સાથે વજનકાંટાના માલિક પણ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી.
મળતી જાણકારી અનુસાર, સંજય દેસાઇ પર ગઇ મોડી રાત્રે બે થી ચાર વાગ્યાની વચ્ચે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા સમયે તેઓ વજનકાંઠા ખાતે ઓફિસમાં બેઠા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે ફાયરિંગ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
સુરતઃ મહુવામાં ખેડૂત પર અજાણ્યા શખ્યોએ કર્યું ફાયરિંગ, પાંચ ગોળી વાગતા મોત
abpasmita.in
Updated at:
09 Jun 2019 12:17 PM (IST)
સંજય દેસાઇ ખેતીની સાથે સાથે વજનકાંટાના માલિક પણ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -