Daru Potli News Video: સુરતની એક વિચિત્ર ઘટનાએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે, સાથે સાથે સુરત પોલીસની પણ પોલ ખીલી દીધી છે. ખરેખરમાં, હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે સુરતમાં દારુ બંધીની અમલવારી માત્રે કાગળ પર જ છે, પરંતુ હકીકત કંઇક અલગ છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અકસ્માત દરમિયાન રસ્તાં પર દારુની પોટલીઓની રેલમછેલ થઇ ગઇ હતી, અને તેને લેવા માટે લોકો પડાપડી કરી રહ્યાં હતા. 


હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે સુરતના પાંડેસરા વિસ્તારનો છે, આ વીડિયોમાં સુરત પોલીસની પોલી ખુલી ગઇ છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં દેશી દારૂ લઇ જતી મૉપેડ સ્લીપ ખાઇ થતાં દારુની પોટલી રસ્તા પર વેરાઈ ગઇ, એટલું જ નહીં આ દારૂની પોટલીઓને લેવા માટે લોકો રસ્તાં પર પડાપડી કરી રહ્યાં હતાં. 




સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અજીબોગરીબ ઘટના સામે આવી હતી. દેશી દારૂની પોટલીઓના થેલા લઈ જતી એક મૉપેડના ચાલકે કાબુ ગુમાવતા તે રસ્તાં પર સ્લિપ ખાઇ ગઇ હતી. આ અકસ્માતનાં કારણે રસ્તા પર જ દારૂની પોટલીઓ ઢોળાઈ ગઈ હતી, જેને લઇ રસ્તા ઉપર દારૂની પોટલી લેવા લોકોએ પડાપડી કરી લૂંટ મચાવી હતી. લોકોની પોટલીની લૂંટ ચલાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે, પાંડેસરા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતે પોલીસની પોલ પણ ખુલ્લી પાડી દીધી છે. 


સુરતમાં દારૂબંધીનો સખત અમલ પોલીસ કરાવતી હોવાના દાવા કરી રહી છે પરંતુ, આ બધાની વચ્ચે શહેરમાં બનેલી આ ઘટનાએ દારૂબંધીની સખત અમલવારીની પોલ ખુલ્લી પાડી દીધી છે. પાંડેસરા વિસ્તારમાં મુખ્ય BRTS રુટ પરથી મોપેડ ચાલક દારૂની પોટલીના થેલા લઈને પૂરપાટ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક મોપેડ સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે તમામ પોટલીઓ રસ્તા પર ઢોળાઈ જતા વેરવિખેર થઈ ગઈ હતી.