સુરતના મગદલ્લા ગામમાં ભૈયાભાઇ સ્ટ્રીટ વિસ્તારમાં એક મકામના રૂમમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મલી આવ્યો હતો. ઘરની બહાર તાળું હોવાથી યુવતીની હત્યાની શંકા દર્શાવવામાં આવી રહી છે. આ યુવતી થાઈલેન્ડની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સાથે આ યુવતી સ્પામાં કામ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે.
સુરતના મગદલ્લા વિસ્તારમાં એક મકાનમાં વિદેશી યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં દોડધામ મચી ગઈ હતી. રૂમનો દરવાજા પર તાળુ હોવાથી લોકોએ દરવાજો તોડીને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલ વધુ તપાસ હાથ ધરી હતી. આ મકાનમાં સ્પામાં કામ કરતી યુવતીઓ ભાડે રહેતી હતી અને યુવતીઓની અવરજવર પણ રહેતી હતી.
થાઈલેન્ડની યુવતી તેની બહેનપણીને મળીને ઘરે કોઈ છોડી ગયું હતું. હાલ આ સ્ટ્રીટ ક્વોરન્ટાઇન છે અને પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ દરવાજે બહારથી તાળું મારવાની વાત સામે આવતા પોલીસે હત્યાની શંકા વ્યક્ત કરી છે.
સુરતમાં થાઈલેન્ડની યુવતીને જીવતી સળગાવીને હત્યા કરાઈ હોવાની શંકા, યુવતી સ્પામાં કરતી હતી કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2020 10:38 AM (IST)
સુરતના મગદલ્લા ગામમાં ભૈયાભાઇ સ્ટ્રીટ વિસ્તારમાં એક મકામના રૂમમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મલી આવ્યો હતો. ઘરની બહાર તાળું હોવાથી યુવતીની હત્યાની શંકા દર્શાવવામાં આવી રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -