સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા પ્રાથમિક શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. સુરત જિલ્લા પ્રાથિમિક શિક્ષણાધિકારીએ શિક્ષકોને આદેશ આપ્યા છે. ઓલપાડ અને માંગરોળ તાલુકાના પ્રાથમિક શિક્ષકોને આદેશ અપાયો છે.


તેમને કોરોના ચેકપોસ્ટ ઉપર ત્રણ પાળીમાં ફરજ બજાવવા આદેશ અપાયો છે. ઓલપાડ તાલુકાના 18 અને માંગરોળ તાલુકાના 24 શિક્ષકોને ફરજ બજાવવા આદેશ કરાયો છે. ઓલપાડ તાલુકા ચેકપોસ્ટ ઉપર એક પાળીમાં ત્રણ, જ્યારે માંગરોળ તાલુકામાં ચેકપોસ્ટ ઉપર એક પાળીમાં ચાર શિક્ષકો ફરજ બજાવશે. જિલ્લા વિકાસ અધિકારીની ખાસ સૂચનાના પગલે આદેશ કરાયા છે.