નોંધનીય છે કે, અગાઉ કોરોનાનું સંક્રમણ વધતા સુરતમાં હીરા ઉદ્યોગને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પછી તેની ગાઇડ લાઇન તૈયાર કરવામાં આવી હતી અને 10મી જુલાઇથી હીરા બજાર ખુલી હતી. તેમજ આજથી હીરાના કારખાના શરૂ થવાના છે. જોકે, કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ ન લેતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સુરત-અમદાવાદની એસ.ટી. બસ પણ બંધ કરી દેવામાં આવી હતી. તેમજ અમદાવાદના પ્રવેશ માર્ગો પર સુરતથી આવી રહેલા લોકોનો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે.