સુરતઃ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની મજા માણવા થનગની રહેલા સુરતવાસીઓની પ્રતિક્ષાનો અંત આવશે. સપ્ટેમ્બરમાં ભારત પ્રવાસે આવનારી દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ અહીંયા પાંચ ટી20 મેચ રમશે. બીસીસીઆઈ તરફથી આ મેચ ગુજરાત ક્રિકેટ એસોસિએશનને મળ્યા હતા. જીસીએ દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને આ મેચ ફાળવવામાં આવી છે.
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા મુજબ, દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ ભારતીય મહિલા ટીમ સાથે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચ રમશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ મેચ રમાશે. આ માટે 12 પિચ તૈયાર કરવામાં આવી છે. તમામ મચો ડે નાઇટ રહેશે.
લાલભાઈ કોન્ટ્રાકટ સ્ટેડિયમમાં 8 હજાર લોકો મેચનો આનંદ ઉઠાવી શકે છે. કામચલાઉ રીતે બેઠક ક્ષમતા 20 હજારની કરવામાં આવી શકે છે. થોડા દિવસોમાં મેચના લાઇવ પ્રસારણ માટે એક ટીમ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા આવશે.
અનેક વર્ષોથી એસડીસીએ દ્વારા જીસીએ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની માંગણી કરવામાં આવતી હતી પરંતુ એર કનેક્ટિવિટી, ફ્લડ લાઇટ સહિત અન્ય કારણો જણાવી સુરતને મેચ ફાળવવામાં આવતી નહોતી.
દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે? રણવીર સિંહના લાઈવ ચેટમાં શું જાણવા મળ્યું? જાણો વિગત
શાસ્ત્રીની હેડ કોચ તરીકે પસંદગી પર ભડક્યા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના
સુરતમાં પ્રથમ વખત રમાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, જાણો કઈ ટીમ વચ્ચે થશે ટક્કર
abpasmita.in
Updated at:
17 Aug 2019 03:30 PM (IST)
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા મુજબ, દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ ભારતીય મહિલા ટીમ સાથે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચ રમશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -