Gujarat assembly election 2022: પૂર્વ આપ ના નેતા અને જાણીતા હિરા વેપારી મહેશ સવાણી ફરી રાજકારણને લઈને ચર્ચામાં આવ્યા છે. આ વખતે મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરીને સ્ટેજ પર જોવા મળતા રાજકારણ ગરમાયું છે. મીડિયા સાથે વાત કરતા મહેશ સવાણીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી છોડ્યા બાદ મને લાગ્યું કે સારા માણસનો સાથ આપવો એટલે આવ્યો. તમને જણાવી દઈએ કે, કતારગામમાં ભાજપના ઉમેદવાર વિનુ ભાઈનો પ્રચાર કરવા પહોંચ્યા હતા મહેશ સવાણી. વરાછા બેઠક અંગે નિવેદન આપતા મહેશ સવાણીએ કહ્યું કે, ત્રણેય પાટીદારો છે પણ પ્રજાનો સંકલ્પ ફાઇનલ હોય છે. જે પણ રસાકસી થાય કારણ કે ત્રણે પાટીદારો છે તો કહેવું મુશ્કેલ છે.
કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્યએ હાથનો સાથ છોડી કેસરિયો ખેસ ધારણ કર્યો
બનાસકાંઠાના દિયોદરના કોટડા ખાતે ખાનગી કોલ્ડ સ્ટોરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજયેલી ભાજપની જાહેર સભામાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ભાજપમાં ઘર વાપસી કરી છે. અનિલ માળીએ સીઆર પાટીલ હસ્તે કેસરીયો ધારણ કરી લેતા સ્થાનીક રાજકારણ ગરમાયું છૅ.
વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે વચ્ચે હવે અનેક રાજકીય પક્ષોના દિગ્ગજો મેદાને ઉતર્યા છૅ. ત્યારે બનાસકાંઠાના દિયોદરના કોટડા ખાતે આવેલા આરતી કોલ્ડ સ્ટોરેજ ખાતે ભાજપની જંગી જાહેરસભા યોજાઈ હતી. જે જાહેરસભાને સંબોધવા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પહોંચ્યા હતા. જો કે સભા દરમ્યાન વર્ષ 2017માં ભાજપ સાથેનો છેડો ફાડી કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ફરી કેસરિયો ધારણ કર્યો છૅ.
જો કે અનિલ માળી સાથે દિયોદર માર્કેટ્યાડના પૂર્વ ચેરમેન કરસનભાઈ દેસાઈ, દિયોદર તાલુકાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જોરાભાઈ દેસાઈ સહીતના અનેક આગેવાનો વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે જ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરી દેતા સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મહત્વની વાત છે કે, જાહેર સભાને સંબોધતા સીઆર પાટીલે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા હતા. તો બે દિવસ અગાઉ બનાસકાંઠામાં ભાજપ જેલમાં જઈ કેદીઓને છોડાવી પ્રચાર કરાવતી હોવાના નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે આક્ષેપ કર્યા સિવાય કોઈ વાત કરવાની છે નહીં.
નર્મદા બંધ કોંગ્રેસે બનાવ્યો
કેટલાક મુદ્દા એવા છે કે જેના વગર ગુજરાતની ચૂંટણી પૂરી થઈ જ ન શકે.. આવો જ એક મુદ્દો છે ગુજરાતની જીવ દોરી નર્મદા, સરદાર સરોવર બંધ. ગુજરાત ચૂંટણીનો પ્રચાર ચરમ પર છે. એવા સમયે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં મેઘા પાટકરની એન્ટ્રી થતાંની સાથે જ ગુજરાતમાં નર્મદા મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. આ મુદ્દે આજે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, નર્મદા કોંગ્રેસના શાસનમાં બંધ બન્યો છતાં અમે ક્યારેય કહ્યું નથી કે અમે કર્યું.