દિનેશ કાછડિયા કૉંગ્રેસમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ આમ આદમીન પાર્ટીમાં જોડાઈ ગયા છે. દિનેશ કાછડિયાએ રાજીનામાંમાં લખ્યું છે કે, દેશની આઝાદીની લડાઈ સાથે જોડાયેલી ઐતિહાસિક કોંગ્રેસ પાર્ટીએ મારા રાજનૈતિક જીવનને ઘણુ આપ્યું, પાંચ વખત અલગ-અલગ સ્તરે ચૂંટણીઓ લડવાનો મને અમૂલ્ય અવસર આપ્યો અને સાથે સાથે સંગઠનમાં વિવિધ પદ આપીને કામ કરવાનો મોકો આપ્યો.
સુરતના લોકોએ આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને વિપક્ષમાં બેસવાનો મોકો આપ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો આવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ-શો કરીને સુરતના લોકોનો આભાર માન્યો હતો.
અરવિંદ કેજરીવાલના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. સુરતમાં કોંગ્રેસની કારમી હાર થયા પછી એક પછી આગેવાનો અને હોદ્દેદારો પોતાના રાજીનામાં ધરી રહ્યા છે.