કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકો એક બીજાના સંપર્કમાં ન આવે અને સોશિયલ ડિસ્ટસિંગ જાળવા માટે અનેક વખત કહેવામાં આવ્યું છે અને આ વાયરસને ફેલાવતા અટકાવ માટે પોલીસ વિભાગ સતત લોકોને લોકડાઉનનું પાલન કરાવે છે.
ત્યારે કેટલાક લોકો બિન જરૂરી બહાર નીકળીને લોકડાઉન પાલન કરતાં નથી તેવા લોકો પર પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે. આ ઉપરાંત લોકો સોસાયટીના નાકા પર એકત્ર થઈને ગપ્પા મારવા સાથે ક્રિકેટ પણ રમતા હોવાની ફરિયાદ ને લઈને પોલીસ ડ્રોનની મદદથી આવા લોકોને કેમેરામાં કેદ કરીને કાર્યવાહી કરે છે ત્યારે લોકો સોસાયટીમાં બહાર બેસવાની જગ્યામાં રેસિડન્સીમાં આવેલ બિલ્ડિગ પર પાર્ટી કરતાં હોય છે.
વરાછા રોડ પર સરથાણા જકાતનાકા ખાતે આવેલી રાજહંસ સ્વપ્ન નામના બિલ્ડીંગની છત પર ભજીયા પાર્ટી ચાલતી હતી જોકે આ લોકોને ખબર નહોતી કે પોલીસનું ડ્રોન 11 માળે પણ આવશે અને પોલીસનો કેમેરો 11 માળે પહોંચી ગયો હતો. ત્યારે લોકો ભજીયા માટેનો સામાન કાપતાં નજરે પડ્યાં હતાં પરંતુ ડ્રોન જોઈને કેટલાંક લોકો ભજીયા પાર્ટીનો સામાન કાપતા કાપતાં દોડીને નીચે જતાં જોવા મળ્યાં હતાં જ્યારે અમુક લોકો ત્યાં જ બેઠા રહે છે.