સુરતમાં હાલ કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે સુરતમાં શાકભાજીના વેચાણ માટે સુરત એપીએમસીએ વેપારીઓ અને ખેડૂતો માટે પાસ ઈશ્યૂ કરવાની જાહેરાત કરી હતી. આ પાસ લેવા માટે સેંકડો લોકો ઉમટી પડ્યાં હતા.
સુરત એપીએમસી ખાતે લોકોનો જમાવડો થયો છે.મોટી સંખ્યામાં લોકો એપીએમસી પહોંચ્યાં હતાં. પાસ લેવા માટે લોકોને બોલાવ્યા હતાં. લોકોને બોલાવ્યા બાદ સંચાલકો ગાયબ થઈ ગયાં હતાં. સવારે 9 વાગ્યે પાસ આપવાના હતાં.પાસ માટે ફેરિયાઓ મોટી સંખ્યામાં પહોંચ્યાં હતાં.