અડધી રાતે નવસારીમાં ગણતરીની મીનિટોમાં ભૂંકપના બે આંચકા અનુભવાયા હતાં. રાતે 3.4 વાગે 2.4ની તીવ્રતાનો પહેલો ભૂંકપનો આંચકો આવ્યો હતો જ્યારે રાતે 3.18 વાગે 1.5ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. ભૂંકપના બે આંચકાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
પહેલો ભૂંકપનો આંચકો નવસારીથી 27 કિલો મીટર દૂર નોંધાયો હતો જ્યારે બીજો ભૂંકપનો આંચકો નવસારીથી 32 કિલો મીટર દૂર નોંધાયો હતો. રાતે અચાનક બે ભૂંકપના આંચકા આવતાં લોકો ચિંતામાં મુકાઈ ગયા હતાં.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં પણ નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાં રાત્રે 8.55 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 42 કિમી દૂર ઉકાઇ ગામ નોંધાયું હતું. રિક્ટર સ્કીલ પર 2.8ની તીવ્રતા નોંધાઈ હતી.