નર્મદાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, કોરોનાના કહેર વચ્ચે ધંધા-રોજગાર ખુલ્લી ગયા છે. તેમજ અનેક પ્રવાસન સ્થળો પણ લોકો માટે ખુલ્લા મુકાઇ રહ્યા છે. ત્યારે સાપુતારા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારી પાર્ક પણ પહેલી ઓક્ટોબરથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે.


કોરોનાને પગલે જંગલ સફારી પાર્કમાં 1 કલાકમાં 50 પ્રવાસીઓને જ એન્ટ્રી આપવામાં આવશે. જંગલ સફારી પાર્કમાં આવનાર પ્રવાસીએ માસ્ક પહેરવું ફરજિયાત છે અને ટેમ્પરેચર ચેક કરીને પ્રવેશ આપવામાં આવશે. એટલું જ નહીં 65 વર્ષથી વધુ ઉંમરના અને 10 વર્ષની નાની ઉંમરના લોકોને હાલ પૂરતો પ્રવેશ નહિ અપાય.