સુરતના SEZમાં આવેલા શરણમ્ જ્વેલર્સે વિરુદ્ધ ઇડીએ તપાસ કરી હતી. ઇડીની તપાસમાં ખુલાસો થયો હતો કે  જ્વેલરીની કંપનીએ શેલ કંપનીઓ બનાવી હવાલાથી બે હજાર 284 કરોડ વિદેશ મોકલ્યા છે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના નામે મોટું હવાલા કૌભાંડ ચાલતુ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જ્વેલર્સના પ્રમોટર્સની અમદાવાદ, સુરત, અસમ અને UAEમાં આવેલી ઓફિસોમાં EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.


ઈડીએ તપાસ દરમિયાન 1.14 કરોડ રૂપિયાના બેલેન્સ સાથે સંકળાયેલી સંસ્થાઓના બેન્ક ખાતાઓ ફ્રીઝ કર્યા છે. શેલ કંપનીઓ મારફતે આશરે 5 હજાર કરોડથી વધુની એન્ટ્રીઓ મળી આવતા ઈડીએ એફએએસએલ સહિતની મદદ મેળવીને તપાસ ચાલુ કરી છે. SEZ માં શરણમ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા એકમો પર તપાસ કરાઈ હતી. જેમાં શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.  કંપનીએ છેલ્લા બે વર્ષમાં 3700 કરોડના વ્યવહારો કર્યા હતા.  ઇડીને શંકા છે કે આ કંપનીએ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના નામે વિદેશમાં શંકાસ્પદ રીતે 2284 કરોડ રૂપિયા મોકલી આપ્યા છે. અગાઉ પણ સુરત સેઝમાંથી આવી જ રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે હવાલાકાંડ ઝડપાયું હતું.                                     


ઇડીએ 1999 ના ફેરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ શરણમ જ્વેલર્સ LLP, તેના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિક અને તેના સહયોગીઓ, વંશ માર્કેટિંગ આશિક પટેલના અમદાવાદ, સુરત અને UAEમાં આવેલી ઓફિસોમાં સર્ચ કર્યુ હતુ. EDએ જણાવ્યું હતું કે તેને માહિતી મળી હતી કે આ કંપનીઓ મોટા પાયે ભારતની બહાર વિદેશી હૂંડિયામણ મોકલવામાં સામેલ છે. સર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે શરણમ જ્વેલ્સ LLP સુરતના SEZ ખાતે એક યુનિટ ચલાવે છે અને જેમ્સ અને જ્વેલરીની આયાત-નિકાસ કરે છે.છેલ્લા બે વર્ષમાં કંપનીએ રૂ. 3,700 કરોડની આયાત અને નિકાસ કરી છે.


ઠગ ટોળકીએ સુરતના તમાકુના વેપારીની દુકાન બોગસ દસ્તાવેજોથી 43 લાખમાં વેચી હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે વેસુ પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધ્યો હતો. ગઠિયાઓએ મહિલા તબીબના નામે ખાતુ ખોલાવી બે લાખનું ટ્રાન્ઝેક્શન કરતાં ભાંડો ફૂટ્યો હતો. વેપારી ભુપેશ તમાકુવાલાના નામે નકલી આધારકાર્ડ,પાનકાર્ડ અને દસ્તાવેજ બનાવીને છેતરપિંડી આચરી હતી.