સુરત: સુરતના પલસાણાના તાતીથૈયા ગામે ઝાડા-ઉલટીના કેસ અચાનક વધ્યા છે. ડ્રેનેજ લાઈનનું પાણી ગામના પીવાના પાણી સાથે ભળી થતા રોગચાળો વકર્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે. ગામમાં 2 દિવસમાં 30 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે.
10 લોકોને સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યા
જેમાં ખાસ કરી પ્રથમ પાર્કમાં આવેલી ચાચાની બિલ્ડીંગના રહીશો રોગચાળાની ઝપેટમાં આવ્યા છે. જેમાં 21 દર્દીઓ પલસાણા સીએચસી અને 10 લોકોને સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે ગામમાં જરૂરી દવાઓનું વિતરણ પણ શરૂ કર્યું છે.
સુરતમાં કઈ સ્કૂલની વિદ્યાર્થીનીને કોરોના થતાં સ્કૂલ 7 દિવસ માટે કરાઈ બંધ
સુરતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે હવે સ્કૂલ સુધી કોરોના પહોંચી ગયો છે. એક ચોંકાવનારી ઘટનામાં પાલનપુર વિસ્તારની લોર્ડ ક્રિષ્ના સ્કૂલની વિદ્યાર્થિનીને કોરોના થતાં પાલનપુર વિસ્તારની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, વિદ્યાર્થિનીને કોરોનાનાં કોઈ જ લક્ષણ નહીં હોવા છતાં કોરોના આવ્યો છે. આ ઘટનાના પગલે સ્કૂલના 200 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા છે.
બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના રાંદેર અને અઠવા ઝોનમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો ચાલુ રહેતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનવું તંત્ર દોડતું થઈ ગયું છે. સુરત શહેરમાં રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો જારી છે. ખાસ કરીને બાળકોમાં પોઝિટિવ કેસ આવતાં હોવાથી સ્કૂલોમાં ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે.
સુરત દેશમાં 100 ટકા પ્રથમ ડોઝનું વેકસીન પૂરું કરનારું શહેર બન્યું
વેક્સિનેશનમાં સુરત અવ્વલ. સુરત દેશમાં 100 ટકા પ્રથમ ડોઝનું વેકસીન પૂરું કરનારું શહેર બન્યું છે. જ્યારે 48 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું છે. જેને પરિણામે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100 ટકા પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરાવવામાં સફળ મળી હતી. હજુ પણ મનપા લોકોમાં જન જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને હાલ રોજે રોજ 70 હજાર ડોઝ આપવામાં આવી રહ્યા છે.