નવસારીઃ ચીખલી મહિલા મર્ડરનો ભેદ ઉકેલાયા બાદ હત્યારો પતિ ઝડપાયો છે. 2જી સપ્ટેમ્બરે આલીપોર અભેટા રોડ પર મહિલાની લાશ મળી હતી. આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને રહેંસી નાંખી હતી. પત્નીની હત્યા કર્યા પછી પ્લાસ્ટિકના કેનમાં સેલો ટેપ મારી પેક કરી દીધી હતી.  


તેમજ કારમાં બેસીને સુરત થઈ યુ.પી.જવાનું કહી પતિ ઇન્દ્રજીત ગૌતમે 2 મિત્રોની મદદ લીધી હતી. કારમાં જતી વખતે કેનમાં મહિલાની લાશ હોવાના અનુમાનને લઈને મિત્રોએ પોલીસને હકીકત જણાવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મમદથી કાર ચાલક અને 1ની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી પતિની ધરપકડ કરવા એક ટીમ યુ.પી રવાના થયાં બાદ વારાણસીથી પતિની ધરપકડ કરી હતી. 


પાંચ દિવસ પહેલા ચીખલીને અડીને આવેલા થાલા ગામની હદમાં સાંજના સમયે એક પ્લાસ્ટિકના પીપમાં સેલોટેપથી પેક કરેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પતિએ ગળાના ભાગે કોઈ તીક્ષણ હથિયાર વડે મારી તેનું ગળુ કાપી નાખી તેમજ માથાના પાછળના ભાગે જોરદાર ઘા માર્યો હોવાનું બહાર આવ્યું હતું. 


વલસાડ જિલ્લાના કપરાડામાં રહેતા 40 વર્ષીય ઇન્દ્રજીત ગૌતમે પોતાની પત્નીને તેના કથિત પ્રેમી સાથે જોઈ જતા પત્નીને રહેંસી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડીને હત્યા કરી નાંખી હતી. આ પછી પ્લાસ્ટિકના કેનમાં પેક કરીને પગને સેલો ટેપ મારીને ફૂલપ્રુફ પ્લાન ઘડી કાઢયો હતો.


કપરાડામાં રહીને ડ્રાઈવિંગના વ્યવસાય કરતા રાકેશ પટેલની ઇકો કાર લઈને વ્યારા સ્ટેશન સુધી મૂકી યુ.પી.ના મિર્ઝાપુર જવાનું કહીને 4 બાળકો અને અન્ય એક મિત્ર વલ્લભ માઢા સાથે પતિ ઇન્દ્રજીત ગૌતમ વ્યારા રેલવે સ્ટેશન જવાના રવાના થયા હતા. ત્યારે આલીપોર અભેટા રોડ પહેલા મહિલાની લાશ અંગે ગંધ આવતા અને કેન ખુલી જતાં 2 મિત્ર અને પતિએ લાશને કચરાના ઢગ પાસે નિકાલ કરીને વ્યારા તરફ રવાના થયા હતા. આ પછી ત્યાંથી પતિ ઇન્દ્રજીત 4 બાળકીઓ સાથે યુ.પી જવા રવાના થયો હતો. સમગ્ર કેસની તપાસ LCBને સોંપતા ટેક્નિકલ સર્વેલન્સ અને CCTVની મદદથી શંકાસ્પદ Eco કાર પર ફોક્સ કરતા ડ્રાઇવર રાકેશ પટેલ અને વલ્લભ મોઢાની પોલીસ સ્ટાઈલમાં પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો.