Surat:  સુરત શહેરમાં રોગચાળા એ માથું ઊંચક્યું છે. પાંડેસરામાં ઝાડા ઉલ્ટીના કારણે 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની તાબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં સારવાર મળે તે પેહલા બાળકીનું મોત નીપજ્યું હતું. વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સુરત શહેરમાં છેલ્લા કેટલા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલ્ટીનો વાવર દેખાઈ રહ્યો છે. જેથી બે દિવસ પહેલા બે બાળકો અને મહિલાના મોત બાદ વધુ એક બાળાનું મોત નીપજ્યું છે.


સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા નાગણેશનગર ખાતે  સૂર્યપ્રકાશનગરમાં રહેતા સંદીપ શાહુની 7 વર્ષીય પુત્રી સાવનીને રવિવારે સવારથી જ ઝાડા ઉલ્ટી થઇ રહ્યા હતા. માતા તેને નજીકના ખાનગી ક્લિનિકમાં લઇ ગઈ હતી. પણ સાંજ સુધીમાં તેની તબિયત વધુ બગડતા સાવનીને નવી સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. પણ ડોક્ટરે તેને મૃત  જાહેર કરી હતી. સંદીપ શાહુ લૂમ્સના કારખાનામાં કામ કરે છે. સાવની પરિવારની એકની એકની એક દીકરી હતી.


દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ધીરે ધીરે વધી રહ્યો છે. દર્દીઓ સિવિલ, સ્મીમેરમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં દોડી રહ્યા છે. પાંડેસરામાં ગણેશનગરમાં રહેતો અઢી વર્ષનો પુત્ર લક્કી તથા પાંડેસરામાં બમરોલી રોડ ભક્તિનગરમાં રહેતો 4 વર્ષીય શત્રુધ્નનું શનિવારે ઘરમાં ઝાડા ઉલ્ટી થયા બાદ મોત થયું હતું. જ્યારે  હરીઓમનગરમાં રહેતા 50 વર્ષીય ઉષાબેન  શુક્રવારે મોડી રાતે ઘરમાં  ઉલટી થયા બાદ મોત થયું હતું.   


સુરતમાં પાણીજગ્ય રોગચાળાની સાથે આંખ આવવાના કેસમાં થયો વધારો


સુરત સહિત અનેક શહેરમાં હાલમાં કન્જક્ટીવાઈટીસ (આંખ આવવાનો)  રોગ લોકોમાં જોવા મળી રહ્યો છે સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં હાલ કન્જક્ટીવાઈટીસ રોગનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. અનેક વિદ્યાર્થીઓને આંખ આવી હોવા છતાં હજી સુધી તેમની અને અન્ય વિદ્યાર્થીઓની કાળજી રાખવા માટે કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. આ રોગ ચેપી હોવાથી અન્ય વિદ્યાર્થીઓને પણ ચેપ લાગવાની શક્યતા હોય સમિતિની સ્કુલના શિક્ષકો જ તકેદારી રાખી રહ્યાં છે. વર્ગ ખંડમાં જે વિદ્યાર્થીની આંખ આવી હોય તેના વાલીને ફોન કરીને વિદ્યાર્થીને સ્કૂલમાંથી લઈ જવા માટે સુચના આપવા સાથે તેની કાળજી કરવી અને દવા કરાવવા માટે સમજ આપવામાં આવી રહી છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial