Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે પગલાં લેતું આગમન થઈ રહ્યું છે. સોમવારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો અને આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો.


સુરત અને ભરૂચમાં ધોધમાર વરસાદ:



  • સુરત જિલ્લાના પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અને અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

  • ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું હતું, ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાપોદ્રા, ગડખોલ, ભડકોદ્રા, પીરમાણ અને કોસમડી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.


ખેડૂતોમાં ખુશીનો માહોલ:


આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે કારણ કે વાવણીલાયક વરસાદ શરૂ થવાથી પાકને ફાયદો થશે. ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે.



  • અમરેલીના બાબરામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે.

  • ડાંગ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે.


હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.


આજે (18 જૂન):



  • જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.


19મી જૂન:



  • ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

  • જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.


20મી અને 21મી જૂન:



  • વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

  • જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.