સુરત:  માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.  સુરતના લિંબાયત વિસ્તારમાં પિતા 3 માસની દિકરીને  હવામાં  ઉછાળીને રમાડતા હતા, આ દરમિયાન   બાળકીને માથાના ભાગે પંખો લાગી જતા ગંભીર ઇજાગ્રસ્ત થઇ હતી. જે બાદ તાત્કાલિક બાળકીને સુરત સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નિપજ્યું હતું.


3 મહિનાની દીકરીને પિતા રમાડી રહ્યા હતા.  વ્હાલમાં દીકરીને જેવી  હવામાં ઉછાળી ચાલુ પંખામાં માસૂમનું માથું ટકરાયું  અને તેનું મોત થયું હતું.  આ કરુણ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે. 


નસરુદ્દીન શાહને સંતાનમાં 3 બાળક છે. શનિવારે સવારે તે 3 મહિનાની દીકરી જોયાને રમાડી રહ્યા હતા.  આ સમયે તેણે જોયાને હવામાં ઉછાળતા જ જોયાનું માથું સીધું જ છત પર ચાલુ પંખાના પાંખિયાથી ટકરાયું હતું.   પાંખિયાની ધાર માસૂમના માથામાં લાગતા જ તે ત્યાં ફસડાઈ પડી હતી. લોહીલુહાણ હાલતમાં દીકરીને જોઈ માતા-પિતાએ બૂમાબૂમ કરી હતી.  ત્યારબાદ ગંભીર હાલતમાં જોયાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી.  જો કે, સારવાર દરમિયાન માસૂમનું મોત થયું હતું. લાડકવાયી દીકરીના અકાળે મોતથી પરિવારજનો શોકમાં છે.  આ મામલે લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી છે.   


બાળકીના પિતા છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. પરિવારમાં પતિ-પત્નિ ઉપરાંત 4 બાળકો પણ છે. મૃત બાળકી પરિવારમાં સૌથી નાની દિકરી હતી. જેનું આકસ્મિક મોતને કારણે પરિવારમાં શોક છવાયો હતો.


Rajkot: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, એક મહિનાથી બીમાર બાળકની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો


રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું. જેથી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતા.


બાળકને સૂતાં-સૂતાં કોઈ વસ્તુ ખવડાવવી જોઈએ નહીં


બાળકોમાં સૌથી વધુ 3થી 5 વર્ષનાં બાળકોમાં સીંગદાણા, ચણા, રમકડામાં આવતો નાનો એલઇડી બલ્બ, સ્ક્રૂ, પથ્થર જેવી વસ્તુઓ કાઢવાનાં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં 12થી 15 અને અન્ય વિભાગોમાં મળીને 50 કેસમાં 10માંથી 7 કિસ્સામાં સીંગદાણા કે તેનો ટુકડો હોય છે. જેથી પરિજનોએ નાના બાળકને આવી વસ્તુ ન રમે તેની તકેદારી રાખવી, સૂતા સૂતા, રમતા રમતા બાળકને ક્યારેય કંઈ ખવડાવવું જોઈએ નહીં.