Surat: સુરતના ઉધનામાંથી વિદેશી દારુની હેરાફેરી કરતાં બે લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બે આરોપીઓમાં એક ડૉક્ટર પણ સામેલ છે. 


માહિતી પ્રમાણે, આજે સવારે પીસીબી પોલીસે જહાંગીરપુરા દાંડી ફાટક ચાર રસ્તા પાસેથી એક લક્ઝૂરીયર્સ કારમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, આ દારુની કિંમત 90 હજારની કિંમતનો હોવાનું બહાર આવ્યુ છે, આ દારુની હેરફેર ડો.ઉમેશ તથા સંદીપ પટેલ કારમાં કરી રહ્યાં હતા. પોલીસે કારમાંથી રૂપિયા ૯૦ હજારનો વિદેશી દારૂનો જથ્થા ઉપરાંત બે મોબાઈલ ફોન તેમજ કાર મળી કુલ રૂપિયા ૧૮,૯૫,૬૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


 


Crime News:નોકરીની લાલચ આપી યુવતીને ઇન્ટરવ્યુના બહાને બોલાવી બાદ આચર્યુ દુષ્કર્મ, પીડિતાએ કહી આપવિતી


Crime News:સુરતમાં વધુ એક  દુષ્કર્મની ઘટના બની છે. અહીં યુવતીને નોકરીની લાલચે ઇન્ટરવ્ય માટે બોલાવીને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું.


સુરતમાં વધુ એક  દુષ્કર્મની ઘટના બની છે. અહીં નોકરી આપવાના લાલચે યુવતીને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી હતી આ દરમિયાન યુવતીને કોલ્ડડ્રિન્કમાં નશાયુક્ત પદાર્થ મિકસ કરીને તેને પિવડાવીને તેને એરપોર્ટ નજીક લઇ ગયા હતા. જ્યા તેના પર  દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બંને આરોપીએ હોટેલમાં પહેલીથી રૂમ પણ બુક કરાવ્યો હતો. પીડિતાએ અલથાણ પોલીસમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.


 


Surat: સુરતની હૉટલમાં વિધર્મીએ મહિલાની લાજ લેવાનો કર્યો પ્રયાસ, મહિલા દોડીને બાથરૂમમાં ઘૂસી ગઇ ને.......


Surat: સુરતમાં વધુ એક મહિલા છેડતીનો બનાવ સામે આવ્યો છે, વિધર્મી યુવાને મહિલાની લાજ લેવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ આ અંગે સુરતના ઉમર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસ કેસની તપાસ કરી રહી છે. 









બાદમાં મહિલાએ સમગ્ર ઘટના અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.