Surat News: ચંદ્રયાન-3 ની સફળતા બાદ તેની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો સુરતના મિતુલ ત્રિવેદીની મુશ્કેલી વધી છે. કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધાયો છે, તે પોતાને ISROનો વૈજ્ઞાનિક ગણાવતો હતો . સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલમ 468, 471, 419, 420 મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. પોલીસ કમિશનરને પણ મિતુલ ત્રિવેદીએ કોઈ પુરાવા નહીં આપતા ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાઈ હતી. તપાસમાં ઇસરોએ આવો વ્યક્તિ તેમની સાથે નહીં હોવાનો ખુલાસો કરી આ વ્યક્તિ બનાવટી વૈજ્ઞાનિક હોવાની પુષ્ટિ કરી હતી. આ હકીકતના આધારે તેની કાર્યવાહી કરવામાં આવી છે.


ગત બુધવારે ચંદ્રયાન-3ની સફળતા બાદ સુરતના કથિત સાયન્ટીસ્ટ મિતુલ ત્રિવેદીએ પોતે ઈસરોનાં સાયન્ટિસ્ટ છે અને ચંદ્રયાન-3 ની ડિઝાઈન પોતે બનાવી હતી તેવો દાવો કરતી ઓડિઓ ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. સુરતની વ્યક્તિ આવા ખગોળીય અભિયાન સાથે જોડાયેલી હોવાનું જાણીને લોકો પણ દંગ રહી ગયા હતાં. બીજા દિવસે આ પોસ્ટ અને આ વાતો ખૂબ વાયરલ થઈ હતી. જોકે, મિતુલ ત્રિવેદીનો દાવો વાસ્તવિક્ત હોય તેવું સ્વીકારવા માટે ઘણા સવાલો અનુત્તર હતાં. તેના જવાબો મિતુલ ત્રિવેદી તરફથી મળી શક્યા નહતાં. ઇસરો અમદાવાદે ગુરુવારે મોડી સાંજે કેટલાંક માધ્યમોને તેમના પ્રશ્નોના સંદર્ભમાં પ્રત્યુત્તર આપ્યો હતો કે, આવી કોઈ વ્યક્તિ અમારી સાથે જોડાઈ નથી. આને કારણે તેમના દાવા પોકળ હોવાની આશંકા મજબૂત થઈ હતી.




વિવાદ વધારે તીવ્ર બનતા ગત શુક્રવારે પોલીસ કમિશનર અજય તોમરે પોતાને વૈજ્ઞાનિક ગણાવતા મિતુલ ત્રિવેદીને પોલીસ સમક્ષ જરૂરી દસ્તાવેજ આપવા માટે પોલીસ કમિશનર કચેરી બોલાવ્યા હતાં. પોતે ઇસરો સાથે કોન્ટ્રાક્ટથી જોડાયેલા હોવાનું ગાણુ ગાયુ હતું. ઇસરો જ તમને મારી હકીકત જણાવશે, તેવી વાતો પોતાના બચાવમાં કહેતા રહ્યાં હતાં. કમિશનર કચેરીમાં જ મીડિયાએ તેમને ઘેરી સવાલોનો મારો ચલાવ્યો હતો. તે સમયે પોતે ઈસરોનો વૈજ્ઞાનિક છે અને ચંદ્રયાનની ડિઝાઇન પોતે તૈયાર કરી હોવાનો દાવો કરતાં ત્રિવેદીએ ત્યારે મોઢુ સિવી લીધું હતું.પોલીસને આ બનાવટી વૈજ્ઞાનિકની વાતોમાં દમ નહીં લાગતા આ મુદ્દે સેવાભાવી સંસ્થા ગૌસેવા મંચના ધર્મેશ ગામીએ આપેલી અરજીના આધારે ક્રાઈમ બ્રાંચને આ બાબતમાં તપાસ સોંપી હતી.




ક્રાઈમ બ્રાંચને તપાસ દરમિયાન એક વાત એવી પણ જાણવા મળી હતી કે, મિતુલ ત્રિવેદી નામના શખ્સે પોતાને ઇસરોના વૈજ્ઞાનિક તરીકે દર્શાવવા વિઝિટિંગ કાર્ડ પણ છપાવ્યા હતાં અને લોકોને આપતો હતો