ભરુચઃ ઝાડેશ્વર રોડ પર ચાની કેન્ટીમાં આગ લાગતા મચી અફરા-તફરી, આસપાસના સ્ટોર્સ પણ આવી ગયા આગની ઝપેટમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Nov 2020 09:53 AM (IST)
આગની ઘટનાઓથી સ્ટોલમાં ઊંઘી રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ચાની કેન્ટીનમાં આગની ઘટનાને પગલે આસપાસના વેપારીઓના પણ તંબુ ઝપેટમાં આવી ગયા હતા.
ભરૂચઃ ઝાડેશ્વર રોડ ઉપર આવેલી ચાની કેન્ટીનમાં આગ અફરા-તફરી મચી ગઈ હતી. આગની ઘટનામાં આસપાસના અન્ય સ્ટોર પણ ઝપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાઓથી સ્ટોલમાં ઊંઘી રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ચાની કેન્ટીનમાં આગની ઘટનાને પગલે આસપાસના વેપારીઓના પણ તંબુ ઝપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાઓના પગલે તંબુમાં રહેલા માલને સુરક્ષિત ખસેડવા લોકોએ દોડધામ મચાવી દીધી હતી.