સુરતઃ ગુજરાતમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ છે. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી છે. કોરોના સહિત અન્ય દર્દીઓ ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
સર્વર રૂમમાં વાયરિંગ બળી જતા આગ લાગી હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરા-તફરી મચી ગઈ હતી. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય જગ્યાએ સિફ્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 દર્દીઓના મોત થયા હતા.
સુરતની કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, મચી અફરા-તફરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Nov 2020 03:30 PM (IST)
કોરોના સહિત અન્ય દર્દીઓ ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સર્વર રૂમમાં વાયરિંગ બળી જતા આગ લાગી હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરા-તફરી મચી ગઈ હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -