સુરતઃ પુણા ગામની ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી ત્યારે બે લોકો કારખાનાને અંદરથી લોક મારીને સૂતા હતા.
આ રામદેવ ડેપોમાં સાડી રોલ પોલીસનું કામ ચાલતું હતું ત્યારે રોલ પોલીસના મશીનમાં મોડી રાત્રે આગ લાગી હતી. આ આગમાં રાધેશ્યામ ગરવાલ (ઉં.વ.30, મ.પ.) અને માયારામ મકવાણા(ઉં.વ.25, મ.પ્ર) નામના કામદારોના મોત નીપજ્યાં છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતઃ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં લાગી આગ, કારખાનામાં સૂતેલા બે કામદારોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Feb 2020 09:49 AM (IST)
સાડીનું રોલ પોલીસ કરતા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા બે કામદારોના મોત. કામદારો આગને કારણે અંદરથી લોક ન ખોલી શકતા થયા મોત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -