જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, સુરતના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાના જણાવ્યા મુજબ, હોંગકોંગ સરકાર દ્વારા જાહેર કરાયેલા મહિનાભરના વેકેશનને કારણે ભારતીય ઉદ્યોગપતિઓ પાછા ફરી રહ્યા છે. હોંગકોંગમાં માર્ચમાં યોજાનારું પ્રદર્શન રદ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન વર્ષભર માટે અમારા ઓર્ડર સેટ કરતો હતો.
સુરતમાં તૈયાર થયેલા પોલિશ્ડ ડાયમંડની નિકાસ અટકી
કોરોના ભયના પગલે હોંગકોંગમાં રહેતા ભારતીય હીરા ઉદ્યોગકારો ભારત પરત ફરવા માંડ્યા છે. હોંગકોંગ જ્વેલરી શો માટે સુરતમાં તૈયાર થયેલા પોલિશ્ડ ડાયમંડના જથ્થાની નિકાસ અટકી પડી છે. હોંગકોંગ શો રદ્દ ઘણી સમસ્યા ઉભા થવાની સંભાવના છે.
ભારત પોલિશ્ડ ડાયમંડની 95% કરે છે નિકાસ
નાવડીયાએ એમ પણ જણાવ્યું કે, ભારતનો પોલિશ્ડ ડાયમંડ ઉદ્યોગ તેના તૈયાર માલના 95%, હોંગકોંગમાં 37%, અને 4% ચાઇનાને નિકાસ કરે છે. તેથી અમારી કુલ નિકાસનો કુલ 41% હિસ્સો આ બેને મોકલવામાં આવે છે. જેની રકમ રૂ. 45,000 કરોડ જેટલી થાય છે.
IND v NZ: પ્રથમ વન ડેમાં કોહલીએ આ રીતે આઉટ કર્યો હેનરી નિકોલસને, ICCને યાદ આવી જોન્ટી રોડ્સની
મહાભિયોગ કેસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત, જાણો વિગતે