સુરત: શુક્રવારે સુરતમાં સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા આર્કેટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આ લાગતાં 40થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હતા જેમાં 21 લોકોનાં મોત નિપજ્યાં છે. જોકે આ ઘટનાનો વીડિયો જોઈને બધાંને આંચકો લાગ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલમાં પોતાનાં વ્હાલસોયાનાં મૃતદેહ પરિવારજનોએ મન પર પથ્થર મુકીને શોધ્યાં હતાં. કલ્પાંતનો અવાજ એટલો હતો કે, સાંભળીને કોઈનું પણ મન હચમચી જાય. આ દુર્ઘટનામાં મૃત્યુંઆંક 21 સુધી પહોંચ્યો છે.

હોસ્પિટલમાં એકસાથે મુકેલા મૃતદેહોને શોધવા પરિવારજનોએ ઘડિયાળ, બુટ્ટી, વીંટી, મોબાઈલ, પહેરેલા કપડાં, અંડર ગાર્મેન્ટનો આધાર લઈને પોતાના બાળકોને શોધી રહ્યા હતાં. આ વિદ્યાર્થીઓ ઘરેથી નીકળ્યાં ત્યારે કયા રંગનાં કપડાં પહેર્યાં હતાં તે યાદ કરી કરીને મૃતદેહો શોધતા હતાં.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મુકેલા મૃતદેહને ઓળખતા પરિવારજનોને જોતાં કોઈનું પણ મન રળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. આ ઘટનાના પડઘા આખા સુરત સહિત દેશમાં પડ્યાં હતાં.