Surat News: શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ સુપરવાઈઝરને હનીટ્રેપમાં ફસાવી પાંચ લાખ પડાવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે બે મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી હતી. કતારગામ વેડરોડ વિસ્તારના અને કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા યુવકે ગૂગલ પર 'ફીમેલ સર્વિસ' સર્ચ કર્યું હતું. આ સમયે તેનો સંપર્ક રમેશ પાલ નામના શખ્સ સાથે થયો. જે બાદ યુવકને લલચાવી પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સૂર્યમંજરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203માં બોલાવવામાં આવ્યા હતા. રૂમમાં  પ્રિન્સી નામની યુવતી આવી અને તરત જ નકલી પોલીસ પણ ત્રાટકી હતી.

આ શખ્સોએ પોતાની ઓળખ પીએસઆઈ, રાઈટર અને કોન્સ્ટેબલ તરીકે આપી હતી અને યુવકનને માર મારી ધમકાવવાનું શરૂ કર્યું હતું. તે રેપ કર્યો છે, જેલમાં જવું પડશે' એમ કહીને પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી. સુપરવાઈઝરે રકમ આપવાની તૈયારી બતાવી હતી. આ સમયે ઉમરા પોલીસને માહિતી  મળતા જ  સ્થળ પર જ દરોડા પાડી સમગ્ર ખેલનો પર્દાફાશ કર્યો હતો. સ્થળ પરથી પાંચ આરોપી આકાશ વાઘેલા, પિયુષ ગોસ્વામી, ખેતારામ પરમાર, રાજવી દેવગાણીયા અને પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી રાજપૂતની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

સુરતના પોશ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં હનીટ્રેપ ગેંગનો આતંક સામે આવ્યો છે. ભોગ બનનાર વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી, ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતી ગેંગના 5 સભ્યોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળકીમાં 3 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે પોતાનું નેટવર્ક ચલાવતી હતી. પહેલા યુવતીઓ વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવવામાં આવતી હતી. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ મહિલા સાથે હોય ત્યારે ગેંગના અન્ય પુરુષ સભ્યો 'નકલી પોલીસ' બનીને પહોંચતા હતા અને ભોગ બનનારને ડરાવી-ધમકાવીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા. 

Continues below advertisement
Continues below advertisement

માર મારીને 5 લાખ પડાવ્યા

આ હનીટ્રેપની ઘટનામાં ગેંગે યુવકનો વાંધાજનક વીડિયો ઉતારી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. બદનામીના ડર અને પોલીસ કેસની ધમકી આપીને ભોગ બનનાર યુવક પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે, ભોગ બનનારે હિંમત દાખવી પોલીસને ફરિયાદ કરતા સમગ્ર કેસનો ખુલાસો થયો હતો. સુરત પોલીસે ફરિયાદના આધારે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તાત્કાલિક કાર્યવાહી કરી 2 મહિલા અને 3 પુરુષોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અગાઉ પણ અન્ય લોકોને શિકાર બનાવ્યા હોઈ શકે છે. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.