સુરતઃ સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. મળતી જાણકારી અનુસાર શહેરના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. અડાજણની સાંઈલીલા સોસાયટીમાં એક જ પરિવારના પાંચ સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એક જ પરિવારના પાંચ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સુરત મહાનગરપાલિકાએ આખી સોસાયટીને કલસ્ટર ઝોન જાહેર કરી હતી.
છેલ્લા 24 કલાકમાં સુરતમાં 87 મુસાફરો સુરત આવ્યા છે. તો સાથે જ સુરત એરપોર્ટ પર ટેસ્ટીંગની કામગીરી પણ ઝડપી બનાવી હતી. ઓમિક્રોનના ડર વચ્ચે સુરત મનપાએ બેદરકારી દાખવનારી સ્કૂલો વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. સુરતમાં કોઈપણ સ્કૂલમાં વિદ્યાર્થી સંક્રમિત થશે તો બેદરકારી દાખવનાર સ્કૂલને 14 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. અમરોલીમાં રવિવારે શાળા અને કોલેજના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યા હતા. સુરતની સ્કૂલોમાં વિદ્યાર્થી સંક્રમિત થતા આખરે મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો હતો.
રાજ્યમાં ઠંડી વધવાની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી આગામી દિવસોમાં લોકોને ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તરપૂર્વીય દિશામાંથી આવતા પહેલા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે ત્યારે સમગ્ર ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થશે .જેને લઇને આગામી દિવસમાં ઠંડી પડશે .જો કે હાલ નલિયાનું તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું છે જેથી નલિયા ,ઠંડુગાર શહેર છે અને અમદાવાદમાં પણ ઠંડી પડશે.
ઠંડીને લઈને હવામાન વિભાગના વિજીન લાલે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તરપૂર્વીય દિશામાંથી પવન આવી રહ્યા છે. સૌથી ઠંડુંગાર શહેર નલિયા છે. નલિયામાં ૧૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જેથી કરીને ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે.
Mehsana : કાર્યક્રમમાં CR પાટીલ દોઢ કલાક મોડા આવતાં નીતિન પટેલ એકલા સ્ટેજ પર બેસી રહ્યા
LRD Recruitment : વરસાદને કામે મોકૂફ રહેલી શારીરિક કસોટી હવે ક્યારે યોજાશે? જાણો વિગત
જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ
ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, જાણો શું લેવાયા મોટા પગલા?