સુરત: પુણા વિસ્તારમાં આવેલ ભૈયા નગરમાં 5 વર્ષીય બાળકીની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. દુષ્કર્મ આચરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ હત્યાકાંડના આરોપીની પુણા પોલીસે અટકાયત કરી લીધી છે. પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 32 વર્ષીય લલન નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. જોકે, આરોપી બાળકીનો પરિચિત નથી.


Mahisagar : ટાયર ફાટતાં ઘઉં અને 14 મજૂરો સાથેનું પીકઅપ પલટી ગયું, લોકોએ કરી મૂકી ચીસાચીસ
મહીસાગરઃ લુણાવાડાના હાડોડ મહીસાગર નદી પરના નવીન બ્રિજ પાસે ઘઉંની બોરી અને મજૂરો ભરેલ પીકઅપ ડાલાનું ટાયર ફાટતા અકસ્માત નડ્યો હતો. હાડોડ નવા બ્રિજ પાસે મજૂર ભરેલી પિકપ ગાડી પલટતા 12 થી 14  લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીકઅપ પલટી મારતાં મજૂરોએ ચીસાચીસ કરી મૂકી હતી. ઇજાગ્રસ્તોને 108ની મદદથી લુણાવાડા શહેરની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


દહેગામથી મજુરી કરી અને ઘઉં લઈ મજૂરો દાહોદ વતન તરફ જઈ રહ્યા હતા. પુરઝડપે જઇ રહેલ પિકપડાલાનું ટાયર અચાનક ફાટ્યું. પિકઅપ ડાલાનું ટાયર ફાટતા ઘઉંની બોરી મજૂરો નીચે દટાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મજુરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો વધુ ઇજાગ્રસ્ત ચાર લોકો ને ગોધરા રીફર કરાયા. લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સુવિધાના અભાવે ઇજગ્રસ્તોને બાકડા પર તો કેટલા ઇજગ્રસ્તોને નીચે સુવડાવી રાખ્યા હતા. 


Gir Somnath : એક સાથે 14 સિંહો આવી ચડ્યા ખલાવડ ગામે, લોકોએ અગાસી પરથી ઉતર્યો વીડિયો
ગીર સોમનાથઃ ગીર ગઢડા તાલુકાના ખલાવડ ગામે 14 સિંહો રાત્રે ગામમાં આવી ચડ્યા હતા. ગામમાં આવી ચડેલા સિંહોએ ગામ વચ્ચે જ મારણ કરી આખી રાત ભોજન માણ્યું હતું. ગામ લોકોએ પોતાની અગાસી પરથી આ અલભ્ય દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા.