સુરત: શહેરના વરાછા વિસ્તારમાં વહુ દ્વારા કરવામાં આવેલી સાસુની હત્યા મામલે નવો ખુલાસો થયો છે. આ ઘટનામાં હવે વહુએ ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પતિ પત્ની પર શંકા કરતો હતો તેથી તેને મોબાઈલ વાપરવા દેતો ન હતો તેથી વહુએ સાસુની હત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી તરફ સાસુ આ મુદ્દે વારંવાર વહુ સાથે ઝઘડો કરતી હોવાની માહિતી સામે આવી છે. હવે વહુએ પતિ સામે વળતી પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. 


અસામાજિક તત્વોએ ત્રિપલ તાલાકના કાયદાથી બચવા શોધી ‘છટકબારી’


તો બીજી તરફ દેશમાં જ્યારથી ત્રિપલ તલાકનો કાયદો અમલી બન્યો છે ત્યારથી મુસ્લિમ મહિલાઓમાં જાગૃતતા આવી છે. અને આથી જ ત્રિપલ તલાકનો ભોગ બનનારી મુસ્લિમ મહિલાઓ હવે   ત્રિપલ તલાકના કાયદાને આધારે પોતાની સાથે થયેલા અન્યાય સામે ન્યાયની માંગણી કરવા આગળ આવે છે. પણ હવે અસામાજિક તત્વોએ ત્રિપલ તાલાકના કાયદાથી બચવા ‘છટકબારી’ શોધી લીધી છે. આને લગતી એક ઘટના સુરતમાં સામે આવી છે, જે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. 


નરાધમે  કેવી રીતે  કાયદાને આપી હાથતાળી? 
પત્નીને સરળતાથી ત્યજી દે અને બાદમાં ત્રિપલ તલાક કાયદાનો સામનો પણ ન કરવો પડે અને પોતાની મેલી મુરાદ પણ પુરી થાય તે માટે એક નરાધમે નવી મોડ્સ ઓપરેન્ડી સાથે મહિલા પર  દુષ્કર્મ આચર્યું છે. 


વલસાડના એક શખ્સ કમરૂઝમાં કુરેશીએ લગ્ન કરવાની લાલચ આપી એક યુવતીને અલગ અલગ હોટલોમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું. આરોપી લગ્ન કરવાની લાલચે ભોગ બનનાર યુવતી પર દુષ્કર્મ આચરતો, પણ ત્રિપલ તલાકના કાયદાનો સામનો ન કરવો પડે એ માટે શરિયત મુજબ યુવતી સાથે લગ્ન  કરતો ન હતો. 


યુવતીને પેટમાં દુઃખાવો થતા મામલો સામે આવ્યો
ભોગ બનનાર યુવતીને પેટમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં આરોગ્ય તપાસ  કરાવી હતી, જેમાં જાણવા મળ્યું કે આ યુવતી ગર્ભવતી બની છે.  આરોપીએ ત્રિપલ તલાક કાયદાથી બચવા યુવતી સાથે શરિયત મુજબ લગ્ન ન કર્યા અને આમ છતાં લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું અને યુવતીને ગર્ભવતી બનાવી છોડી દીધી. આખરે સમગ્ર મામલો સામે આવતા ભોગ બનનાર યુવતીએ સુરતના કામરેજ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.