સુરતઃ સુરતના એક રત્નકલાકારના પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના સરથાણામાં એક રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું હતું. રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા છે.


સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પીને સામૂહીક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પત્નીનું મોત નિપજ્યું હતું.


સરથાણા વિજય નગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની 55 વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમના 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. વિનુભાઇએ તેના પિતરાઇને ફોન કરીને કહ્યું હતું કે ઘરે હાજર એક દીકરા અને એક દીકરીને સાચવી લેજે. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હોસ્પિટલ પહોચી પોલીસે તપાસ શરૂ કરી હતી. આર્થિક સંકડામણના કારણે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે. જેથી પિતરાઈ ભાઈએ ઘટના સ્થળે દોડી જઇ ચારેયને હોસ્પિટલ ખસેડ્યા હતા.


Crime News: GIDCમાં પ્લાસ્ટિકના કોથળામાંથી મળી યુવકની લાશ, શંકાના ઘેરામાં આવી પત્ની અને દીકરીઓ


Crime News:  સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદ્રા જીઆઈડીસી વિસ્તાર માંથી એક પ્લાસ્ટિકના કોથળામાંથી પોલીસને હત્યા કરાયેલી પુરુષની લાશ મળી આવી છે. મૃતક ઓડિશાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યા મૃતકની પત્ની અને દીકરીઓએ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે.


પ્લાસ્ટિકના કોથળામાંથી ડી કમ્પોઝ થઈ ગયેલો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો
 
ગઈકાલે સાંજના સમયે માંગરોળ તાલુકાના પીપોદ્રા જી આઈડીસીમાં આવેલ વિશ્વકર્મા નગરમાં ખુલ્લા પ્લોટમાંથી અતિશય દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા એક પ્લાસ્ટિકના કોથળામાંથી ડી કમ્પોઝ થઈ ગયેલો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આસપાસ તપાસ કરતા મૃતક નજીક રહેતો મૂળ ઓડિશાનો પરેશ ઉર્ફે નરેશ હોવાનું બહાર આવ્યું હતું. નરેશ ઉર્ફે પરેશ પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે નજીકની જ બિલ્ડીંગમાં રહેતો હતો.


ઓડિશામાં થયેલી ત્રણ દુર્ઘટનામાં તેના પતિનું મોત થઈ ગયું છે


જોકે મૃતદેહ મળ્યા બાદ તપાસ કરતા મૃતક પરેશના રૂમ પર તાળું લટકેલું જોવા મળ્યું હતું.  વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, વતન ઓડિશા ખાતે પોતાના સસરા મૃતકના પિતાનું મોત થયું હોવાનું કહી મૃતકની પત્ની અને દીકરીઓ સાથે વતન ઓડિશા ચાલી ગઈ હતી. જોકે વતનમાં તાપસ કરતા ત્યાંથી જાણવા મળ્યું કે જે સસરાનું મોત થયાનું કહીને મૃતકની પત્ની વતન ગઈ છે એ વ્યક્તિ તો જીવિત છે જ્યારે વતનમાં જઈ મહિલાએ એવું જણાવ્યું હતું કે ઓડિશામાં થયેલી ત્રણ દુર્ઘટનામાં તેના પતિનું મોત થઈ ગયું છે