સુરતઃ બારડોલી તાલુકાના એક ગામની યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણીત પ્રેમી અને તેના ચાર મિત્રોએ યુવતી સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. ગુરુવારે રાત્રે મહુવાના મહુડી ગામે ઘટના બની હતી. યુવતી પરિણીત પ્રેમી સાથે બાઈક પર બેસીને ગઈ હતી.

યુવતીને મધ્ય રાત્રીએ પરિણીત પ્રેમીએ અન્ય 4 મિત્રોના હવાલે કરી દીધી હતી. યુવતીને પીંખી નાંખ્યા પછી પરિણીત પ્રેમી સહિત ચારેય મિત્રો ફરાર થઈ ગયા હતા. યુવતીએ ગઈકાલે મોડી રાત્રે બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.