સુરતઃ શહેરના ઉતરાણ વિસ્તારની યુવતીનો તેના મંગેતર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અશ્લીલ કોમેન્ટ સાથે વાયરલ થઈ જતા ચકચાર મચી ગઈ હતી. આ ફોટો બીજા કોઈ નહીં, પરંતુ યુવતીની ખાસ ફ્રેન્ડ દ્વારા જ વાયરલ કર્યો હોવાનું સામે આવતાં બધા જ ચોંકી ઉઠ્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, ઉતરાણમાં યુવતીની સગાઇ હતી, પરંતુ તેણે પોતાની ખાસ ફ્રેન્ડને સગાઇમાં બોલાવી નહોતી. જેને કારણે યુવતીને લાગી આવ્યું હતું. આથી તેણે યુવતી અને ફિયાન્સેના સગાઈના ફોટા ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરી બહેનપણી વિશે અશ્લીલ લખાણ લખીને બદનામ કરી હતી. જેને કારણે યુવતીની સગાઇ પણ તૂટી ગઈ હતી.

આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. બહેનપણીની સગાઈ તોડાવી નાખનાર યુવતીની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. યુવતીની બહેનપણી સાથે વર્ષોથી મિત્રતા હતી. માત્ર સગાઈમાં ન બોલાવતા બહેનપણીને બદનામ કરી સગાઈ તોડાવી હતી.