સુરતઃ બ્યુટીપાર્લરનું કામ કરતી યુવતીએ કેમ કરી લીધો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Aug 2020 11:25 AM (IST)
સગાઈ તૂટી જતા એક મહિનાથી ફાલ્ગુની માનસિક તણાવમાં રહેતી. આ પછી તેણે હતાશામાં આવીને ગઈ કાલે ઘરમાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
સુરતઃ શહેરના સગરામપુરમાં રહેતી અને બ્યુટીપાર્લરનું કામ કરતી યુવતીએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે સગરામપુરામાં રહેતી ફાલ્ગુની પંચોલીની એન્જિનિયર યુવક સાથે સગાઈ થઈ હતી. જોકે, સામાન્ય બાબતે ઝઘડો થતા સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટી જતા એક મહિનાથી ફાલ્ગુની માનસિક તણાવમાં રહેતી. આ પછી તેણે હતાશામાં આવીને ગઈ કાલે ઘરમાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવાન દીકરીના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.