બારડોલીઃ શહેરના આસિયાના નગરમાં 23 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો હતો. હવે આ પ્રકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીએ પ્રેમપ્રકરણમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પ્રેમી યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા અને પોતાની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા લાગી આવતા યુવતીએ આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં પોલીસે પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૃતક યુવતીને ઇસરોલીના શાહરૂખ કાસમ પટેલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. શાહરૂખે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, અન્ય યુવતી સાથે લગાઇ પણ કરી લીધી હતી.
સગાઈ પછી પણ પ્રેમી યુવતીને મરવા માટે દુષ્પ્રેરણા આપતો હોવાથી અંતે કંટાળેલી યુવતીએ પોતાના ઘરની છટ પર ઓઢણીથી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં તેના પૂર્વ પ્રેમી સામે બારડોલી પોલીસમાં આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધાયો છે.
બારડોલીઃ 23 વર્ષીય યુવતીને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, પ્રેમીએ અન્ય યુવતી સાથે કરી લીધી સગાઇ ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2021 12:25 PM (IST)
મૃતક યુવતીને ઇસરોલીના શાહરૂખ કાસમ પટેલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. શાહરૂખે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, અન્ય યુવતી સાથે લગાઇ પણ કરી લીધી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -