સુરતઃ સુરતના લિંબાયતમાં પાડોશી યુવકે કિશોરી પર દૂષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. યુવકે તેના પાડોશમાં રહેતી કિશોરીની સાથે પહેલા મિત્રતા કરી ત્યારબાદ સોશિયલ મીડિયામાં વીડિયો મોકલી લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે સિવાય આરોપીએ પીડિતાને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી આપવાની લાલચ આપી ડીંડોલી વિસ્તારમાં આવેલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરી સાથે દૂષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે યુવક પીડિતાને ત્રણ વખત હોટલમાં લઇ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.


એટલું જ નહી આરોપીએ પીડિતાને આ વાત ની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે કિશોરીએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Surat: છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે યુવક આવ્યો સારવાર માટે, તબીબની પત્નીએ ગ્લુકોઝની બોટલમાં 8 ઈન્જેક્શન આપ્યા ને પછી....


Surat: સુરતના ઉધના વિસ્તારમાં એક ક્લિનિકમાં છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે યુવક સારવાર માટે આવ્યો હતો. તબીબની પત્નીએ ગ્લુકોઝ બોટલમાં 8 ઇન્જેકશનો આપી દેતાં દર્દીનું મોત થયાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. મૃતકના પરિવારજનોના કહેવા મુજબ, કથિત તબીબ પહેલાં કમ્પાઉન્ડર હતો અને પત્ની ધો.10 પાસ છે. મૃતક ભટુભાઈ નિંબાભાઈ પાટીલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભટુભાઈને સિવિલ ખાતે બેભાન હાલતમાં લાવતા મૃત જાહેર કરાયા હતા.    


મૂળ મહારાષ્ટ્રના પારોળનાના બાદરપુરના વતની ભટુભાઈ નિંબાભાઈ પીટીલ (ઉ.વ.45) પરિવાર સાથે ઉધના રોડ નં-4 ખાતે રહેતા હતા. રિક્ષા ચલાવી બે પુત્ર સહિતના પરિવારનું પેટિયું રળતા ભટુભાઈને 10 તારીખે છાતીમાં દુખાવો થતાં સ્થાનિક વિસતારના રામધન યાદવ નામના તબીબ પાસે સારવાર કરાવી હતી.જોકે બીજા દિવસે ભટુભાઈની તબિયતમાં સુધારો નહીં થતાંસારવાર માટે લઈ ગયા હતા. બીજા દિવસે ડોકટરના બદલે તેની પત્ની શીલાએ ભટુભાઈને ગ્લુકોઝની બોટલમાં સાતથી આઠ ઈન્જેક્શન આપ્યા હતા. જે બાદ ઘરે પરત ફર્યા બાદ ચક્કર આવતા હતા અને 108 મારફતે સિવિલ હોસપિટલ લઈ જવાયા હતા. જ્યે તેમને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું.