Surat: યુવાનોમાં રિલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો ક્રેઝ છે. રિલ્સ દ્વારા ઘણા લોકો રાતોરાત ફેમસ થઈ જાય છે. જોકે ઘણા લોકો પ્રસિદ્ધી માટે જોખમ લેતા પણ અચકાતા નથી. સુરતમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં એક યુવકનું મોત થયું છે.


શું છે મામલો


સુરતના સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં યુવાઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. નેપાળથી આવેલા યુવકને ટ્રેન સાથે વીડિયો બનાવવાની લ્હાયમાં મોત થયું હતું. 19 વર્ષીય પ્રકાશ મંગલ સુનારનું સચિન રેલવે ટ્રેક પર વીડિયો બનાવતી વખતે ટ્રેન અડફેટે આવી જતાં મોત થયું હતું. મૃતક યુવક અને તેનો ભાઈ બે દિવસ પહંલા જ નેપાળના ચિતવનથી સુરત રોજગારી માટે આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


ST બસમાં પેસેન્જરને આવ્યો હાર્ટ એટેક, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતી વખતે બની ઘટના


રાજ્યમાં હાર્ટ એટેકેના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ સપ્તાહે હાર્ટ એટેકથી મોતની ચોથી ઘટના બની છે. વડોદરા ડભોઇ એસ ટી બસમાં પેસેન્જરને હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. વેગા ટોકડી પાસે ચાલુ બસે પેસેન્જરને હાર્ટ એટેકે આવતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.  પેસેન્જર મૂળ ઝારખંડનો રહેવાસી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતો હતો તે સમયે ઘટના બની હતી.
એસ ટી ના કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી.


વાંકાનેરમાં કોમ્પ્યુટ ઓપરેટરે ગુમાવ્યો જીવ


મોરબીના વાંકાનેરના યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. મૃતકનું નામ નરપતભાઈ કેશુભાઈ ઉભડીયા (ઉ.૩૦) છે. તેઓ મોરબીથી ઇકોકારમાં વાંકાનેર આવતા હતા ત્યારે વઘાસીયા ટોલનાકા પાસે તબિયત લથડી હતી. જે બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોત થયું  હતું. મૃતક યુવાન મિત્ર સાથે ઇકોકાર લઈને મોરબી પાર્સલ લેવા આવ્યો હતો  અને ત્યાંથી પરત ફરતા સમયે બનાવ બન્યો હતો. મૃતક ખાનગી શાળામાં કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાની પોલીસ પાસેથી માહિતી મળી છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચોઃ


Rajkot: ભાજપના બે ધારાસભ્યો જનતાના રોષનો બન્યા ભોગ, મેયરે પણ ચાલતી પકડી