Surat: સુરતના ઉધના વિસ્તારમાં એક ક્લિનિકમાં છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે યુવક સારવાર માટે આવ્યો હતો. તબીબની પત્નીએ ગ્લુકોઝ બોટલમાં 8 ઇન્જેકશનો આપી દેતાં દર્દીનું મોત થયાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. મૃતકના પરિવારજનોના કહેવા મુજબ, કથિત તબીબ પહેલાં કમ્પાઉન્ડર હતો અને પત્ની ધો.10 પાસ છે. મૃતક ભટુભાઈ નિંબાભાઈ પાટીલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભટુભાઈને સિવિલ ખાતે બેભાન હાલતમાં લાવતા મૃત જાહેર કરાયા હતા.

   


મૂળ મહારાષ્ટ્રના પારોળનાના બાદરપુરના વતની ભટુભાઈ નિંબાભાઈ પીટીલ (ઉ.વ.45) પરિવાર સાથે ઉધના રોડ નં-4 ખાતે રહેતા હતા. રિક્ષા ચલાવી બે પુત્ર સહિતના પરિવારનું પેટિયું રળતા ભટુભાઈને 10 તારીખે છાતીમાં દુખાવો થતાં સ્થાનિક વિસતારના રામધન યાદવ નામના તબીબ પાસે સારવાર કરાવી હતી.જોકે બીજા દિવસે ભટુભાઈની તબિયતમાં સુધારો નહીં થતાંસારવાર માટે લઈ ગયા હતા. બીજા દિવસે ડોકટરના બદલે તેની પત્ની શીલાએ ભટુભાઈને ગ્લુકોઝની બોટલમાં સાતથી આઠ ઈન્જેક્શન આપ્યા હતા. જે બાદ ઘરે પરત ફર્યા બાદ ચક્કર આવતા હતા અને 108 મારફતે સિવિલ હોસપિટલ લઈ જવાયા હતા. જ્યે તેમને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું.


ભટુભાઈની અણધારી વિદાય બાદ પરિવારના સભ્યોએ ડોક્ટર યાદવ અને તેની પત્નીની બેદરકારીના કારણે કટુંબના મોભીનું નિધન થયાના આક્ષેપ કર્યા હતા. પરિવારના આક્ષેપ બાદ તબીબ દંપત્તિની ડિગ્રીના પણ તપાસ કરવામાં આવશે. તબીબ સૂત્રોના જણાવ્યા મુજબ, પીએમ  દરમિયાન મૃતકના હૃદયમાં બ્લોક મળ્યા હતા. હૃદયની ધમની સાંકડી થઈ ગઈ હતી. હૃદયને બ્લડનો પુરવઠો નહીં મળતાં મોત થયું હોવાનો પ્રાથમિક રિપોર્ટ પોલીસને આપી દેવાયો છે. જોકે વિસેરાના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.


દિલ્હીમાં ગરમીને લઈ શાળાઓને અપાઈ સૂચના


દિલ્હીમાં 14 એપ્રિલે તાપમાન 18 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. 15 એપ્રિલે લઘુત્તમ તાપમાન 19 અને મહત્તમ તાપમાન 39 ડિગ્રીની વચ્ચે રહેશે. 16, 17 અને 18 એપ્રિલે દિલ્હીનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં ગરમી વધુ વધશે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારના લોકોએ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું જોઈએ. દિલ્હીમાં વધી રહેલી ગરમીને જોતા દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલયે શાળાઓ માટે પરિપત્ર જારી કર્યો છે. ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનનો ઉલ્લેખ કરીને, દિલ્હી શિક્ષણ વિભાગ દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને શાળામાં પાણીની પૂરતી વ્યવસ્થા રાખવા, બાળકોને પાણીનો વિરામ આપવા જણાવ્યું છે. શાળાએ આવતી-જતી વખતે બાળકોને સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે જાગૃત કરવામાં આવે અને જો કોઈ બાળકને સૂર્ય કે ગરમી સંબંધિત બીમારીની ફરિયાદ હોય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જાણ કરવા જણાવાયું છે.