Surat Daimond: સુરત GJEPC દ્વારા સુરત ડાયમંડ બુર્સ ખાતે “બાયર સેલર મીટ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતનાં ટોપ ૧૫ લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ, લૂસ LGD કટ & પોલીશ્ડ સપ્લાયર્સ તેમજ લેબગ્રૌન ડાયમંડ જવેલરી મન્યુફેક્ચરર્સે ભાગ લીધો હતો. આ બાયર સેલર મીટ ભારત બહારનાં દેશો જેમકે USA, UK, લેબનોન, રશિયા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોથી ૪૩ ઇન્ટરનેશનલ બાયર્સ આવ્યાં હતાં.


આ બાયર સેલર મીટમાં દરેક પાર્ટિસિપંટ્સની દરેક ખરીદાર એટ્લે કે બાયર સાથે વન-ઓન-વન પર્સનલ મીટિંગ કરાવવામાં આવશે. આ બાયર સેલર મીટ આંતરરાષ્ટ્રીય ફલક પર, LGD ક્ષેત્રે, સુરતનું નામ મોખરે કરવામાં મહત્વનો ભાગ ભજવશે. એટલું જ નહીં સુરતનાં LGD વ્યાપારીઓને વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવશે.


લેબગ્રોન ડાયમંડ માર્કેટ વિષે માહિતી આંકડાકીય દ્રષ્ટિએ સમજીએ તો ૨૦૧૯-૨૦માં ભારતથી LGD લેબ ગ્રોન ડાયમંડનું કુલ એક્સપોર્ટ ૪૩૦ મિલિયન USD હતું. જે ૨૦૨૧-૨૨ માં વધીને ૧૩૯૫ મિલિયન USD રહ્યું અને ત્યારબાદ હવે વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૬૮૦ મિલિયન USD અને વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૪૦૨ મિલિયન USDનું લેબ ગ્રોન ડાયમંડમાં એક્સપોર્ટ્સ થઇ ગયું છે.


લેબ ગ્રોન ડાયમંડમાં પાછલા ચાર વર્ષનાં એક્સ્પોર્ટ્સમાં ૪૦૦% નો ધરખમ વધારો થયો છે. ભારતમાંથી લેબ ગ્રોન ડાયમંડનું સૌથી વધુ એકસપોર્ટ્સ USA, હોંગ કોંગ અને UAE માં થાય છે. ભારતથી લેબગ્રોન ડાયમંડ ઈમ્પોર્ટ કરવામાં, USA, ૮૫૫ મિલિયન USD સાથે પ્રથમ ક્રમે આવે છે.  ત્યાર પછી હોંગ કોંગ ૧૯૫ મિલિયન સાથે અને UAE ૧૯૦ મિલિયન USD સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવે છે.


લેબ ગ્રોન ડાયમંડનું વૈશ્વિક માર્કેટ USD ૨૦ બિલિયનનું ૨૦૨૦માં હતું. જે ૯.૪% CAGR દરથી વધીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦ બિલિયન USD થવાની શક્યતા છે. સુરત એ લેબગ્રોન ડાયમંડનાં ગ્રૌઇંગનું હબ થવા જઇ રહ્યું છે. ત્યારે GJEPC દ્વારા ખાસ લેબગ્રોન ડાયમંડને અનુલક્ષીને ગત વર્ષે 2 બાયર સેલર મીટનું આયોજન કર્યું હતું જેમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા આ વર્ષે પણ આયોજન કરાયું છે.


નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 17 ડિસેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જોકે હજુ સુધી આ ડાયમંડ બુર્સ ધમધમતું થયું નથી. ત્યારે સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા ડાયમંડ બુર્સને શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ડાયમંડ બુર્સમાં ધર્મનંદન ડાયમંડ 1 જુલાઈથી અને ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયા 7 જુલાઈથી પોતાની ઓફિસ શરૂ કરશે અને એક સાથે 400થી 500 ઓફિસ શરૂ થાય તેવું આયોજન ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે.