સુરતથી વતન જતા લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. આ સાથે જ સૌરાષ્ટ્ર જતા લોકોએ 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. ત્યારબાદ તેઓ 1 મહિના સુધી સુરત પરત નહીં ફરી શકે. આ શરતોને લઈ સરકાર સુરતથી રત્નકલાકારોને વતન પહોંચાડવાનું વિચારી રહી છે.
અશ્વિની કુમારે કહ્યું, મજૂરી કરતાં બહારનાં રાજયનાં લોકોને ટ્રેન મારફતે જવાની સગવડતા કરવામાં આવી છે. આ ટ્રેનની ટિકિટ ખરીદીને નોંધણી કરવાની હોય છે. શનિવારે બે ટ્રેનો મા 3600 યાત્રીકોને મોકલવામાં આવ્યા. ગઇ કાલે કુલ 7 ટ્રેનોમા 8400 જેટલા મુસાફરો રવાના થયાં છે.