Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. આ દરમિયાન આજે અરવિંદ કજરીવાલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, 92થી વધુ બેઠક જીતે છે. ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતે છે.

કેજરીવાલે બીજું શું કહ્યું

કેજરીવાલે કહ્યું,  Bjp વેપારીઓને ડરાવે છે, એક એક વેપારી આપને વોટ આપવાના છે, નાનો કાર્યકર્તા ધમકી આપે છે, આપ પાર્ટી આવશે એટલે વેપારીઓને કમાવવાની તક આપશે. ગુજરાતની મહિલા અને યુવાઓને અપીલ કરતાં કહ્યું, તમે વોટ આપો છો પણ તમારા તમામ પરિવારને આપને વોટ આપવા અપીલ કરો. મોંઘવારીનો માર મહિલાઓને સહન કરવા પડે છે, વીજળીના બિલ માફને લઈ મહિલાઓનું સમર્થન છે. મહિલાઓના 1 હજાર આપવામાં આવશે. દિલ્લીમાં 7 વર્ષ થી સ્કૂલ ફી વધારવા દીધી નથી,
પેપર ફૂટે છે એનાથી મુક્તિ આપવામાં આવશે, 12 કેસમાં કાર્યવાહી કરાશે.

કોંગ્રેસ-BJPના વોટ શેરમાં ભારે નુકસાનનો અંદાજ, શું AAP ગુજરાતમાં રચશે ઇતિહાસ ? સર્વેએ ચોંકાવ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં પહેલીવાર ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને નકારી રહ્યાં છે, જે તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે, પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.

AAPની હાજરી ભાજપને કે કૉંગ્રેસને નુકસાન પહોંચાડશે કે કેમ, 8 ડિસેમ્બરના પરિણામો જ કહેશે, પરંતુ તે પહેલાં ABP C Voter સર્વે દર્શાવે છે કે AAP રાજ્યમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેના વોટ શેરમાં ઘટાડો કરી શકે છે. સર્વેના અંદાજ મુજબ, આમ આદમી પાર્ટી રાજ્યમાં 20.2 ટકા બેઠકો જીતે તેવી શક્યતા છે. કોંગ્રેસને -12.4%, ભાજપને -3.7% અને અન્યને -4.2% વોટનું નુકસાન છેલ્લી વખતના સર્વેમાં થયું છે.

જૂઓ સર્વેના પરિણામ

પક્ષ

2017

2022 (અનુમાન)

અંતર

કોંગ્રેસ

44.4

29.1

- 12.4

ભાજપ

49.1

45.4

- 3.7

AAP

0.0

20.2

+ 20.2

અન્ય

9.5

5.4

- 4.2

 

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. તો બાકીની બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલની 68 વિધાનસભા બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જ આવશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.

નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી