Gujarat Election 2022 Live : આમ પાર્ટી સરકાર બની રહી છે, 150 બેઠક જીતશે - કેજરીવાલ

Gujarat Election 2022: આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પાટીદોરાના ગઢ વરાછામાં રોડ શો કરશે અને કતારગામમાં સભા ગજવશે. AAPએ વરાછાથી અલ્પેશ કથીરિયા અને કતારગામથી ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 22 Nov 2022 04:45 PM
વખતે એવો રેકોર્ડ બનાવશું જે કોઈ ક્યારેય નહિ તોડી શકે: પાટિલ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જામનગરની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે મોટો દાવો કર્યો. તેમણે કહ્યું આ વખતે એવો રેકોર્ડ બનાવશું જે કોઈ ક્યારેય નહિ તોડી શકે. સૌથી વધુ લીડથી જીતવાના અને સૌથી મધુ વોટ શેર મેળવવાનો પણ રેકોર્ડ કરીશું.

જરાતમાં 'આપ'ની સરકાર બનતા એક પણ પેપર નહીં ફૂટવા દઈએઃ કેજરીવાલ

દિલ્લીમાં 7 વર્ષથી અમારી સરકાર છે, એક પણ પેપર નથી ફૂટ્યું. ગુજરાતમાં 'આપ'ની સરકાર બનતા એક પણ પેપર નહીં ફૂટવા દઈએ. હું આપ સૌને ગેરંટી આપું છું કે ૧ વર્ષમાં જેટલી પણ સરકારી ભરતીઓ ખાલી છે, એમાં ભરતી કરવામાં આવશે.

અમારી સાથે શ્રી કૃષ્ણના આશીર્વાદઃ કેજરીવાલ

અમે ૬ મહિનાથી પ્રચાર કરી રહ્યા છે. હું ઘણી વાર વિચારું છું કે આવું કેવી રીતે શક્ય છે કે ૬ મહિનાની અંદર સમગ્ર ગુજરાત અમારી સાથે છે? હું હાથ જોડું છું, આંખો બંધ કરું છું ત્યારે અનુભવ થાય છે કે કોઈ દેવી શક્તિ અમારી સાથે છે. અમારી સાથે શ્રી કૃષ્ણનો આશીર્વાદ છે. દેવીમાંનો આશીર્વાદ છે.

કામ બતાવવાના બદલે ગાળો આપે છેઃ કેજરીવાલ

કેજરીવાલે કહ્યું, તેઓ કામ બતાવવાને બદલે કેજરીવાલ ને ગાળો આપે છે. ડબલ એન્જિન  ગયું હવે નવું એન્જિન આવશે. કોંગ્રેસ ભાગી ગઈ, કોંગ્રેસ મત આપી બેકાર ન કરતા. કેવળ આમ પાર્ટી સરકાર બની રહી છે 150 બેઠક જીતશે. ઈસુદાન કિસાનનો દીકરો છે. ભૂપેન્દ્ર પટેલ પાસે પાવર નથી કઠપૂતળી છે.

જે પી નડ્ડાએ જેઠાભાઈ ભરવાડને જંગી મતોથી જિતાડવા આહ્વાન કર્યું

અમરેલીમાં પરેશ ધાનાણીને ફટકો

અમરેલીમાં NSUIના ગુજરાત પ્રદેશ મંત્રી, અમરેલી શહેર યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ, જીલ્લા યુવક કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ સહિતના હોદ્દેદારોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. ભાજપના યુવા આગેવાન મુકેશ સંઘાણીએ 100થી વધુ કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા. અમરેલી બેઠક પર કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા પરેશ ધાનાણીને પરાજીત કરવા ભાજપ લગાવી એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ હાઇપ્રોફાઇલ બેઠક પર આવતા દિવસોમાં ચૂંટણી જંગ હજુ વધુ આક્રમક બની શકે છે.

ખંભાતમાં શું બોલ્યા અમિત શાહ

  • ભાજપ પર ખંભાતનું મોટું ઋણ છે

  • ખંભાતવાસીઓ ક્યારેય ભાજપને મત આપવામાં કંજુસી નથી કરતા

  • 1995 થી 2022 ખૂબ મોટું પરિવર્તન કરવાનું કામ કર્યું

  • સરદાર પટેલને અપમાનિત કરવા માટે કોંગ્રેસ કોઈ કસર નથી છોડી

  • સરદાર સાહેબના સન્માનમાં નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી

  • નેહરુ-ગાંધી પરિવારે દેશમાં સરદર પટેલનું નામ ન થાય તેવી કાળજી કરી

  • કોંગ્રેસના મોટા મોટા નેતાઓ એસઓય ગયા છે જરા પૂછજો

  • સરદાર પટેલના રસ્તે ચાલીને દેશની સુરક્ષા કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યુ

  • અમારા માટે વોટબેંક નહીં ભારતમાતાની અખંડિતતા મહત્વની

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે અનંત પટેલનો  નવો નુસ્ખો

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે અનંત પટેલે  નવો નુસ્ખો અપનાવ્યો છે. સવારે પોતાના મતવિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ટી વીથ અનંત પટેલ દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સવારે પ્રચારમાં નીકળતા પહેલા ધારાસભ્ય અનંત પટેલ લોકો વચ્ચે જઈ ચા પર ચર્ચા કરવાની શરૂઆત કરી છે. આજે ઉનાઈ વિસ્તારમાં ધારાસભ્ય અનંત પટેલએ લોકો સાથે ચા પર ચર્ચા કરી છે.

મોરબી  જીલ્લા ભાજપ દ્વારા કોલ સેન્ટર શરુ કરાયું

મોરબી જીલ્લા ભાજપ દ્વારા કોલ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.  જીલ્લાની ત્રણ બેઠકો માટે કોલ સેન્ટર ઉભું કરાયું છે. ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારને મત આપવા મતદારોને ફોન કરવામાં આવી રહ્યા છે. મોરબી જીલ્લા ભાજપની આઈટી ટીમ મતદારોને ફોન કરી ભાજપને મત આપવા અપીલ કરી રહી છે.

મહીસાગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના સ્ટાર પ્રચારકો મેદાને

મહીસાગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના સ્ટાર પ્રચારકો વિવિધ સ્થળોએ સભા ગજવશે. બાલાસિનોર વિધાનસભામાં મંત્રી દેવુસિંહ ચૌહાણ, સંતરામપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, લુણાવાડા ખાતે રવિ કિશન અને રમીલા બારા સભા સંબોધશે.


 

ચૂંટણી વિભાગ દ્વારા રાજકોટમાં બારકોડ વાળી મતદાર સ્લીપ

રાજકોટમાં મતદાતાઓ માટે 23 લાખ સ્લીપ છાપવામાં આવી છે. પાંચ દિવસમાં સ્લીપ ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. સ્લીપની પાછળ google લોકેશન આપવામાં આવ્યું છે. બારકોડેડ સ્લીપ સ્કેન કરતાની સાથે જ મતદારને તમામ વિગતો મળી રહેશે..

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Assembly Election Updates 2022:  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર તેજ થઈ રહ્યો છે. પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પાટીદોરાના ગઢ વરાછામાં રોડ શો કરશે અને કતારગામમાં સભા ગજવશે. આમ આદમી પાર્ટીએ વરાછાથી અલ્પેશ કથીરિયા અને કતારગામથી ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે.






ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીના કુલ મળીને 51782 જેટલા મતદાન મથકોમાંથી અંદાજે 30 ટકા જેટલા મતદાન મથકો એટલે કે 16 હજારથી વધુ મથકો સંવેદનશીલ મથકો તરીકે નક્કી કરવામા આવ્યા છે.સંવેદનશીલથી અતિ સંવેદનશીલ ગણાતા મથકોમાં સ્ટેટ પોલીસ ઉપરાંત પેરામીલિટ્રી ફોર્સના જવાનો પણ તૈનાત કરવામા આવે છે.ચૂંટણીપંચ દ્વારા ગત ચૂંટણીની વિવિધ બાબતો અને સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ વગેરેને ધ્યાને રાખીને  સંવેદનશીલ-અતિસંવેદનશીલ મથકો નક્કી કરવામા આવે છે.


પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકોની ચૂંટણી થનાર છે અને પ્રથમ તેમજ બીજા તબક્કાની મળીને 182 બેઠકો માટે રાજ્યના 33 જિલ્લામાં કુલ 51782 મતદાન મથકો નક્કી કરવામા આવ્યા છે.આ મતદાન મથકોમાંથી અંદાજે 30 ટકાથી વધુ મતદાન મથકો સંવેદનશીલ કેટેગરીમાં નક્કી કરવામા આવ્યા છે. રાજ્યના કુલ મતદાન મથકોમાંથી 16234 જેટલા મથકો એટલે કે 31 ટકા મથકો સંવેદનશીલ છે. ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ જ્યાં આ વખતની ચૂંટણીમાં 1518 મતદાન મથકો વધ્યા છે.જે વિવિધ જિલ્લામાં વધારવામા આવ્યા છે.


આ વખતની ચૂંટણીમાં મુખ્ય શહેર-જીલ્લાવાર જોઈએ તો સૌથી વધુ 5599 મતદાન મથકો અમદાવાદ જિલ્લમાં છે ત્યારબાદ સુરતમાં 4623, બનાસકાંઠામાં 2612 ,વડોદરામાં 2589 અને રાજકોટમાં 2253 પોલીંગ સ્ટેશન્સ છે.સૌથી ઓછાં 335 મતદાન મથકો ડાંગ જિલ્લામાં છે.અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરની 16 બેઠકોના કુલ મતદાન મથકોમાં અંદાજે 1450 જેટલા એટલે કે 34 ટકા જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે.સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ ગણાતા મતદાન મથકોમાં પેરામીલિટ્રી ફોર્સની ટુકડીઓ તૈનાત કરવામા આવતી હોય છે અને ચૂંટણી પંચ દ્વારા પોલીસ બંદોબસ્ત માટે પણ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને પોલીસ ઓબ્ઝર્વર તરીકે મુકવામા આવતા હોય છે. 35 થી વધુ પોલીસ ઓબ્ઝર્વર ચૂંટણી પંચ દ્વારા મોકલવામા આવ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.