તેમણે ઉદાહરણ આપતાં સમજાવ્યું હતું કે, માની લો કે અહીં કોઈ પેશન્ટ આવ્યું અને હજું તેનો ટેસ્ટ જ નથી થયો. એ નેગિટિવ પણ હોય અને મૃત્યુ પામે, તો તેના કોવિડના તમામ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એ આંકડા ડિફર થાય છે. એ કોવિડનો કેસ નથી, એટલે આ આંકડા આપણામાં આવે જ નહીં.
તેમણે ઉમેર્યું હતું કે, સુરતના અધિકારીઓ આ એટલા માટે કરે છે કે, જેનું મોત કેવી રીતે થયું તે હજુ નક્કી જ નથી અને ટેસ્ટ પણ નથી થયો તો એ કોવિડના કારણે છે કે નહીં, તે ખબર નથી. છતાં તેને કોવિડના પ્રોટોકોલ લાગું પાડવામાં આવે છે અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એ એટલા માટે કરવામાં આવે છે કે, એક ટકાને પણ કોવિડ હોય અને ચોકસાઇ ન રાખે અને અંતિમક્રિયામાં ગફલત રાખવામાં આવે તો અન્ય લોકોને કોરોના થાય. જેથી આ આંકડા સાથે કોઈ સંબંધ નથી.