Surat News: કોંગ્રેસના પ્રદેશ પ્રભારી સુરતની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમના સ્વાગતને લઈને કોંગ્રેસના સંગઠનમાં જાહેરમાં જ બોલાચાલી થઈ ગઈ હતી. સર્કિટ હાઉસ ખાતે સેવાદળ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની તુ.. તુ.. મે..મે..થઇ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક સુરત સર્કિટ હાઉસ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના હતા જેને લઈને તેમના સ્વાગતથી લઈને રેલી સુધીની તૈયારી કરવામાં આવી હતી. તેમના સ્વાગત અને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા.


સેવાદળ જ્યારે તેમનું સ્વાગત કરવા ગયું ત્યારે તેમનું સ્વાગત કરવા દીધું ન હતું અન્ય નેતાઓને કાર્યકર્તાઓ વચ્ચે ઘુસી જતા તેઓ નારાજ થઈ ગયા હતા. સેવાદળ તેમની પ્રણાલિકા મુજબ મુકુલ વાસનિકનું સ્વાગત કરી રહ્યા હતા ત્યારે જ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો વચ્ચે આવી જતા તેઓએ ખસી જવાની ફરજ પડી હતી. જે કાર્યકર્તાઓ વચ્ચે આવ્યા હતા તેમની સાથે સેવાદળના લોકો દ્વારા તેમના વર્તનને લઈને ટીકા કરાતા બંને વચ્ચે સર્કિટ હાઉસ ખાતે જ થોડા સમય માટે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.


મુકલ વાસનીક મુકાયા શરમજનક સ્થિતિમાં


મુકુલ વાસનીકની સામે જ આ પ્રકારની ઘટના ઉભી થતા તેઓ પોતે પણ શોભમાં મુકાઈ ગયા હતા.પ્રભારી જ્યારે આવવાના હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે યુદ્ધ કોંગ્રેસ દ્વારા સુરત રેલવે સ્ટેશન ઉપર સ્વાગત કરવામાં આવશે અને સર્કિટ હાઉસ ખાતે સેવાદળ દ્વારા સ્વાગત કરવામાં આવશે એ પ્રકારની સૂચના સહાય પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી.


રાજ્યસભાના સાંસદ વાસનીકના માથે ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાનો સૌથી મોટો પડકાર છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રઘુ શર્માને ગુજરાતના પ્રભારી પદેથી હટાવાયા હતા. ત્યારથી ગુજરાત કોંગ્રેસમાં પ્રભારીનું પદ ખાલી હતું. કેન્દ્રમાં મોટું નામ ધરાવનાર મુકુલ વાસનીક ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યારે 2014 અને 2019માં તમામ 26 બેઠકો હારેલી કોંગ્રેસ માટે વાસનીક કેટલા લકી સાબિત થાય છે તે જોવું રહ્યું. પણ હાલ તો મિશન 2024ના જંગ માટે શક્તિસિંહને મુકુલ વાસનીકનો સાથ મળ્યો છે અને આ જોડી કેટલી સફળ થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.


સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થશે, ડિસેમ્બર સુધીનું ઓનલાઈન બુકિંગ ફૂલ