Surat News:સુરતની શાળામાં શિક્ષિકાની ક્રૂરતાની ઘટના સામે આવી છે. અહીં શિક્ષિકાએ બાળકીને એક નહિ પરંતુ 35 થપ્પડ મારતા ઢોર માર મારતા સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોમાં રોષ છે.
સુરતમાં શિક્ષિકાનો એવો ક્રૂર ચહેરો સામે આવ્યો છે કે , ધટનાને લઇને વાલીમાં આક્રોશ છે. અહીં સુરતની સાધના નિકેતનમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકા દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. શિક્ષિકાએ એક નહિ બે નહિ પરંતુ 35 થપ્પડ માસૂમ બાળકીને લગાવી દીધા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
સમગ્ર ઘટના હકીકતમાં ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શાળાએથી ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલવતી વખતે માતાએ તેના શરીર પર ઇજાના નિશાન જોયા હતા. જે બાદ માતાપિતાએ તેને પૂછતા બાળકીએ આ વાત જણાવતા કહ્યુ હતુ કે, શિક્ષિકાએ શાળામાં ઢોર માર માર્યો છે.
ગુરૂ શિષ્યના સંબંધ પર લાંછન લગાડતી આ ઘટના બહુ મોટા પડઘા પડ્યા છે. ઘટનાને લઇને વિદ્યાર્થિનીના પરિવાર સહિત અન્ય વિદ્યાર્થીઓના પરિવારમાં પણ રોષ છે.શિક્ષિકાની ક્રૂરતાના પગલે વિદ્યાર્થિનીના માતા પિતાશિક્ષિકા વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
સીસીટીવીમાં શિક્ષિકાની હરકત જોતા એવું લાગે છે કે, આ કોઇ કોઇ વિદ્યાર્થિને નહી પરંતુ ગુનેગારને મારવામાં આવી રહ્યું હોય. સમગ્ર ઘટનાના પગલે આખરે આચાર્યે શિક્ષિકાનું રાજીનામુ લઇ લીધું છે. તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં DEOએ પણ આ મામલે રૂબરૂ થઇને તપાસ કરવાની બાંહેધરી આપતા કહ્યું કે, ‘આ કૃત્યને શાંખી ન લેવાય,આવા કૃત્યથી બાળકના માનસિક અસર પહોંચે છે,શિક્ષિકા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો
ક્રિકેટ વર્લ્ડકપને કારણે સુરતના કાપડના વેપારીઓને થયો ફાયદો, જાણો કેવી રીતે