સુરતઃ ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કંગાળ દેખાવ પછી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ સામે કોંગ્રેસે પગલા ભરવાનું શરૂ કર્યું છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સામે પાર્ટીએ શિસ્તભંગના પગલા ભર્યા છે અને 15 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


મનપાની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચનારા સામે પણ પાર્ટીએ પગલા ભર્યા છે. આ ઉપરાંત સુરતમાં ઓફિસમાં તોડફોડ કરનારા સામે પક્ષે કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, સુરત કોર્પોરેશનમાં એક પણ બેઠક મળી નથી. સુરતમાં કોંગ્રેસના નેતાઓની આંતરિક જુથબંધીને કારણે કારમો પરાજય થયો છે.

કોંગ્રેસે સુરતના કાનજી અલગોતર, જ્યોતિબેન સોજીત્રા, મમતા દુબે, હીના મુલતાની, યોગેશ પટેલ, કિરીટ રાણા, શૈલેશ ટંડેલ, સની પાઠક, વિદ્યા પાઠક, રંજના ચૌધરી, સરફરાજ ઘાસવાળા, રાજેશ મોરડિયા, અબ્દુલ્લાખાન પઠાણ, ફઇમ કરીમ શેખ અને ગુલાબ વરસાળેને સસ્પેન્ડ કરી દીધા છે.