સુરતઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.

રાજયમાં હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી છે. આ દરમિયાન સુરતના કામરેજમાં પ્રભુતામાં પગલાં માંડતા પહેલા બે બહેનોએ મતદાન  કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી હતી. દીપાલી અને રિદ્ધિ બંન્ને બહેનોના આજે લગ્ન છે પણ તે પહેલા મતાધિકારને પ્રાથમિકતા આપી હતી.

પ્રથમ બે કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 10 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી નગરપાલિકામાં 8 ટકા, સાવરકુંડલા નગરપાલિકામાં 11 ટકા, ધોળકા નગરપાલિકામાં 9 ટકા, વિરમગામ નગરપાલિકામાં 10 ટકા, આણંદ નગરપાલિકામાં 8 ટકા, ડીસા નગરપાલિકામાં 10 ટકા, ભરૂચ નગરપાલિકામાં 8 ટકા, અંકલેશ્વર નગરપાલિકામાં 10 ટકા, મહુવા નગરપાલિકામાં 9 ટકા, દહેગામ નગરપાલિકામાં 10 ટકા, કેશોદ નગરપાલિકામાં 9 ટકા, ખંભાળિયા નગરપાલિકામાં 9 ટકા મતદાન નોંધાયું છે.


આ પહેલા બોટાદના ઉગામેડી ગામના વરરાજાએ લગ્નના મુહૂર્ત પહેલા વરરાજાએ મતદાન કર્યુ હતું. વરરાજાની જાન અમરેલી જિલ્લાના વાકીયા સુખપર ગામે જવાની છે, તે પહેલા વોટિંગ કરીને પોતાની ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ વરરાજાએ તમામ લોકોએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી.



Gujarat Panchayat Election 2021: બોટાદના વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને શું કરી અપીલ? જાણો વિગત