Gujarat Election 2022: સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું હતું. મળતી જાણકારી અનુસાર કામરેજ વિધાનસભા વિસ્તારમાં આપમાં ભંગાણ સર્જાયું હતું. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની હાજરીમાં આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. 200થી વધુ આપના કાર્યકરોને આસામના મુખ્યમંત્રીએ ભાજપમાં સામેલ કરાયા હતા. કામરેજથી ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયા છે.


Gujarat Elections: વાંકાનેરમાં સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, મોરબીના આ નેતાના કર્યા વખાણ


Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યારે હવે ભાજપ એક્શન મોડમાં જોવા મળે છે અને સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. જેમાં આજે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કિરણ સિરામિક રાતીદેવડી રોડ વાંકાનેર ખાતે વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણીના સમર્થનમાં પધાર્યા હતા. આ તકે સીએમ યોગી આદિત્યનાથે બુલડોઝર શણગાર કર્યો હતો અને સભા સંબોધતા કહ્યું હતું કે, આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓની છે. 


વાંકાનેર ખાતે યોગી આદિત્યનાથ સભા સંબોધતા પ્રથમ તો ગુજરાતીમાં કહ્યું હતું કે, હું મોરબી અને વાંકાનેરની જનતાનું સ્વાગત અને અભિવાદન કરવું છે. જે સાંભળીને સભા સ્થળે ઉપસ્થિત સર્વેએ હર્ષનાદ કર્યો હતો. જે બાદ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે હું એ પ્રદેશમાંથી આવું છું જ્યાં મહાદેવ, શ્રીકૃષ્ણ અને શ્રીરામ ત્રણેયની ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. આ પાવનભૂમિ એટલે ઉત્તર પ્રદેશની ધર્મભૂમિ અને આજે હું એ પવિત્ર ભૂમિ પર આવ્યો છું જેણે હંમેશા પડકારોનો સામનો કર્યો છે


જ્યારે ગુજરાતના ભૂકંપ આવ્યો ત્યારે ગુજરાત અને મોરબીનું શું થશે એવું લોકો વિચારતા હતા પરંતુ પોતાના મજબૂત મનોબળથી આજે મોરબી અને ગુજરાત અડીખમ છે. અને સમગ્ર દેશ માટે ઉદાહરણ બન્યા છે. આ ઉપરાંત મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને CM યોગી આદિત્યનાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આ ઘટનામાં મોરબી સાથે ઊભો રહ્યો છે. આ સાથે તેમણે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને હાલ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના પણ વખાણ કર્યા હતા. અને એમની સાથે બચાવ કાર્યમાં જોડાયેલા પ્રત્યેક કાર્યકરોને બિરદાવ્યા હતા


વધુમાં તેમણે ગુજરાત મોડલના વખાણ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શીર્ષ અને નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને એ વિકાસનું મોડલ આજે સમગ્ર ભારત માટે ઉદાહરણ બન્યું છે. આ ઉપરાંત ગુજરાતે કોરોના જેવી મહામારીની સામે પણ લડત આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં ભારતનું નામ પણ સામેલ થયું છે. ભારત આજે સમગ્ર વિશ્વની સામે એક રોલ મોડલ રાષ્ટ્ર બન્યું છે. જે સૌ માટે ગર્વની વાત છે. ભારતની આઝાદી માટે ગાંધીજીએ અનેક વર્ષો સુધી જેલવાસ ભોગવ્યો. સરદાર પટેલે ભારતના વિકાસ માટે દેશી રાજ્યોને વિલીનીકરણ કર્યું ત્યારે આજે આ ભારતભૂમિ બની છે અને અમને ગર્વ છે કે આ દેશની સેવા કરી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું